________________
૨૪
'
મહિલા મહોદય.
૪ ચંદ્રાકદર્શન સંસ્કાર–ચંદ્રસૂર્યનાં દર્શન કરાવવામાં આવે તે. પ લીરાસન સંસ્કાર–ધાવણ ધવરાવવાની શરૂઆત કરાય તે. ૬ ષષ્ટીપૂજન સંસ્કાર-છઠ્ઠી રાત્રિ વિધિ કરાય છે તે. ૭ સૂચીકર્મ સંસ્કાર-દશટન કહાડવામાં આવે છે તે. ૮ નામ-કરણ સંસ્કાર-નામ રાખવામાં આવે છે તે. ૯ અન્નપ્રાશન સંસ્કાર–આળકને અન્ન ખવરાવ્યાની શરૂઆત
કરાય છે તે. ૧૦ કર્ણવેધ સંસ્કાર-કાન વીંધવામાં આવે છે તે. ૧૧ કેશવપન સંસ્કાર–બાળવાળ ઉતરાવવામાં આવે છે તે. ૧૨ ઉપનયન સંસ્કાર-ધર્મમંત્રને વાસક્ષેપ નંખાવરાવે છે તે.
(જેને પવિત લેવાનું હાલ બંધ થઈ ગયું છે.) ૧૩ વિદ્યારંભ સંસ્કાર-નિશાળે દાખલ કરવામાં આવે છે તે. ૧૪ વિવાહ સંસ્કાર-લગ્ન કરવામાં આવે છે તે. ૧૫ વ્રતાપ સંસ્કાર-વ્રત-નિયમ-રીક્ષા લેવામાં આવે તે. ૧૬ અંતિમ સંસ્કાર–મુવા પછી વિધિ કરવામાં આવે છે તે.
આ સોળ સંસ્કારે પૈકી વ્રતાપ સંસ્કાર સિવાયના પંદરે સંસ્કારે ધર્માત્મા અને સદવર્તનવંત કુળગુરૂ હોય તે તથા તે ન હોય તે સારી રીતે સમજ સાથે લખી વાંચી જાણ નાર શ્રદ્ધાળુ શ્રાવક હોય તે તે કરાવી શકે છે. કદાચ એ શ્રાવક પણ ન મળી શકે તે પંડિત જોશી પાસે જૈનવિધિ મુજબ સંસ્કારવિધિ કરાવી શકાય છે. માત્ર વ્રત દીક્ષા ગુરૂ શિવાય ન આપી શકાય. ગભૉધાન સંસ્કાર વિધિ
, સ્ત્રીઓને ગર્ભ રહ્યા બાદ પાંચમે મહીને કરાવાય છે. તે દિવસે સેમ-બુધ-ગુરૂ અને શુક એ વાર હેય. ૨, ૩, ૫, ૭, ૧૦ એ તિથિમાંની તિથિ હેય, રોહિણ, સ્વાતી, હસ્ત, અનુરા ધા, શ્રવણ, શતભિષા, ત્રણે ઉત્તરા (ઉત્તરાષાઢા-ઉત્તરા ફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com