________________
( ૧૬ ) . યુવાન વયે પચ્છેગામથી હું મુંબઈનાં જંજાળી જીવનમાં આવ્યો અને મેહમયી નગરીની માયાના રંગે રંગાઈ ગયો અને ધર્મભાવનામાં ઓટ આવી તેનું કારણ સત્સમાગમની ખામી હતી. મુંબઈથી હું દેશમાં ગયો અને પાલીતાણું મુનિરાજને વાંદવા ગયો. મારા પહેરવેશ ઉપરથી તેમને દુઃખ થયું હોય તેમ બોલ્યા: “કેમ ! બધું પલટાઈ ગયું ?” હું શરમીદ બની ગયો. અને પાછી આગળની સુવાસ એમના એક વચને જ પ્રગટ કરી. મુંબઈ આવ્યો અને એક સોનેરી તક સેવાની સાંપડી અને એવું એક ક્ષેત્ર સાંપડયું કે જે મારા જીવનને માટે મહામૂલું હતું. તે કાર્ય મુંબઈના તબેલાઓમાંથી કતલખાને વેચાતાં ઢેરેને બચાવવાનું. તેના લીધે મુંબઈની શ્રી જીવદયા મંડળીનાં પરિચયમાં આવ્યો. ગુરુશ્રીએ મારા જીવનમાં વાવેલાં અમૃત બીજોના અંકુરા ફૂટવાને આ સુવર્ણયોગ હતો. આ તક મેં જતી નહિ કરી. આ સેવાના ક્ષેત્રમાં મેં તનમનથી ઝંપલાવ્યું. શ્રીમાન શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી અને રા. શ્રી જયંતિલાલ માન્કરનો સમાગમ થયો અને જીવનમાં થોડો ટાઈમ આવેલી એટ પાછી ભરતીએ ચડી તે ચડી. આજે તેને બાર બાર વર્ષ થયાં છે છતાં તે પ્રત્યે મારો પ્રેમભાવ અખંડ જળવાઈ રહ્યો છે. પ્રાણીસેવાનાં કાર્યમાં, લેખનકાર્યમાં, કવિત્વમાં મને જે આત્માનંદ પ્રાપ્ત થયો છે અને થાય છે તે આ ગુરુવર્યને જ પ્રતાપ છે.
હજુ પણ તેમનાં આપેલાં પુસ્તકોમાં “આત્મજ્ઞાન પ્રવેશિકા ” શાતિનો માર્ગ' વિ. મને શાન્તવન આપી રહ્યાં છે. વીશ વીશ વરસ થયાં છતાં હું તેને સંભાળી રહ્યો છું. તેઓશ્રીને મારા ઉપર મહદ ઉપકાર છે. તેઓશ્રી નિષ્કામ ઉપકારી હતા. માનવજીવનને ઉન્નતમાર્ગે વાળવા તેઓશ્રીની લેખિની એકધારો ચાલુ હતી. જ્ઞાનગંગાના રહેણ તેમણે જે ચાલુ કર્યા છે તેમાં અનેક ભવ્ય સ્નાન કરી પવિત્ર થયાં છે અને થશે.
જૈન સાધુઓમાં તેઓશ્રી અજોડ સાધુ હતા, તેઓશ્રીનું જીવન શાન્ત હતું, પારમાર્થિક પ્રવૃત્તિમય હતું, આડંબર વગરનું હતું, સાદું હતું,