________________
( ૧૪ )
સદ્દગત મુનિરાજને તે મારે। પરિચય મારા બાલ્યકાળને છે. તેને આજે વીસ વીસ વરસનાં વ્હાણાં વાઈ ગયાં છે. તેમના સત્યમાગમે પારમાર્થિક જીવન જીવવાની અમૂલ્ય તક મને સાંપડી છે. ‘કુમલા છેડ જેમ વાળીયે તેમ વળે’ એ ન્યાયે મારા પરિચય બહુ જ સમયસરને સધાયા હતા. તેઓશ્રી પ્રત્યે મારું ખેંચાણ થાડાક જીવન્ત કારણાને આભારી છે. મારુ વતન કાઠિયાવાડમાં પચ્છેગામ છે. તેની બાજુમાં જ વળા (વલ્લભીપુર ), જે ભૂતકાળમાં જૈનેાની વિજયપતાકા ફરકાવનાર અગ્રગણ્ય નગરી હતી ત્યાં આ મહાપુરુષના જન્મ થયા હતા. પચ્છેગામમાં તેઓશ્રીનાં હસ્તે જૈન પાઠશાળા સ્થપાવાથી પાઠશાળા સાથે મુનિરાજનું મુબારક નામ અંકિત છે તે શાળામાં મેં ધાર્મિક કેળવણી લીધેલી. ત્યારપછી બાર વર્ષની ઉમરે હું પાલીતાણા(સિદ્ધક્ષેત્ર)માં શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુલમાં વિદ્યાભ્યાસ અર્થે દાખલ થયા તે અરસામાં એક વખત તેએશ્રીને વાંદવા જવાને ચેાગ પ્રાપ્ત થયા. અંતરમાં ભાવના હતી, નામથી પરિચિત હતા પણ જ્યારે તેઓશ્રીને દૃષ્ટિએ નિરખ્યા ત્યારે હૃદયપટ ઉપર અજબ છાપ પડી. એમનું યાગી જેવું જીવન, એમની શાન્ત મુખમુદ્રા, એમનું લભ્ય લલાટ, એમની મધુર વાણીથી હુ આકર્ષાયા. ત્યારપછી હું વખાવખત સ્કૂલમાં રજા હાય, શત્રુજયયાત્રા કરવા જવાનું હાય ત્યારે તેમને ખાસ વાંદવા જતા. તેમની પાસેથી મને ઊડવું ગમતું નહિ, તેમનેા ઉપદેશ, તેમની શાન્તિથી સમજાવવાની રીત, મારા આલ્યજીવનમાં અમૃત ફળનાં બીજ માફક વવાતી ગઇ. તેઓશ્રીએ મને પુસ્તક વાંચવા માટે આપવા માંડ્યા અને ધાર્મિક ક્રિયામાં મારું મન એટલું વધતું ગયું કે એ વયમાં આયંબિલ, એકાસણા, ઉપવાસ, એળી, સામાયિક, પ્રતિક્રમણ, યાત્રા વિ. અંતરના ભાવથી હુ કરતા. નવરાશમાં એમનાં પુસ્તક વાંચતા. આ ભાવના એટલી વિકસી કે સંસ્થાના દરેક વિદ્યાર્થીઓ ક્રીકેટ, ભગડ, વિ. રમવા જાય ત્યારે હું વાંચવામાં ગુંથાઉં. રમતને શાખ નીકળી જ ગયા અને રવિવારે તે હું રજા લઇ શહેરમાં જાઉં અને મહારાજશ્રી પાસે ત્રણ ચાર
કલાક