Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
હતી કે ન કોઈ અન્ય પ્રકારના લેખો પણ હતા. એમ કહેવું ય મુશ્કેલ જ છે કે નૃપતંગની રચનાઓમાં જે કવિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આનાથી પૂર્વકાળના હતા અને તે કાળમાં પોતાની કાવ્ય-રચના કર્યા કરતા હતા. તેમની રચનાઓ ઘણુંખરું પરિમાણ અથવા ગુણની દૃષ્ટિએ ઊંચા સ્તરની નહીં હોય. દંડીના અલંકારગ્રંથના આધારે નૃપતુંગે કવિરાજમાર્ગ લખ્યો હતો. તેમાં સંદેહ નથી કે પંપની રચનાઓ પરવર્તી કવિઓ માટે આદર્શ કૃતિઓ સિદ્ધ થઈ. આથી કન્નડના આદિકવિ હોવાનું સમ્માન પંપને મળેલ છે.
ભાષાના વિકાસની દૃષ્ટિએ પણ આ જ સ્થિતિ છે. કહેવામાં આવે છે કે દ્રવિડ પરિવારથી તેલુગુ પહેલાં જ અલગ થઈ ગઈ. તમિલ, કન્નડ અને મલયાલમ આ ત્રણે ભાષાઓ કેટલાક સમય સુધી સાથે હતી. પછીથી તે પણ સ્વતંત્ર થઈ ગઈ અને પોતાની અલગ સત્તા બનાવવા લાગી. લગભગ ઈ.સ.ની પાંચમીછઠ્ઠી સદીમાં કન્નડ ભાષા સ્વતંત્ર થઈ હશે અને કન્નડ પ્રદેશના રાજાઓ તેને પ્રોત્સાહન આપવા લાગ્યા હશે. પરંતુ વિદ્વાનોનો મત છે કે ઈસુની પહેલાં જ વનવાસિમાં કન્નડનું કોઈ રૂપ અવશ્ય પ્રચલિત રહ્યું હશે. કહેવામાં આવે છે કે બીજી સદીના એક યૂનાની નાટકમાં કન્નડ વાક્યો ઉપલબ્ધ થાય છે. પરંતુ નૃપતંગ દ્વારા આપવામાં આવેલ ઉદ્ધરણોથી પણ સ્પષ્ટ છે કે તે યુગમાં કન્નડ ભાષા અણઘડ જ હતી.
તેમાં સંદેહ નથી કે કન્નડ સાહિત્ય પ્રારંભથી જ સંસ્કૃત સાહિત્યમાંથી પ્રેરણા ગ્રહણ કરતું આવ્યું છે. કન્નડ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ ભાષા તથા સાહિત્ય બંને દૃષ્ટિએ નિર્વિવાદ છે. હવે એ ધારણા પણ પુષ્ટ થતી જઈ રહી છે કે લગભગ છઠ્ઠી સદી પહેલાં કન્નડમાં ગ્રંથ-નિર્માણ નહિ થયું હોય. પતંગના શાસનકાળ સુધી આવતાં-આવતાં સંસ્કૃત-સાહિત્ય હાસોન્મુખી થઈ ગયું હતું. હા, તે સમયે મહાભારત, ભાગવત, હરિવંશ, રામાયણ અને વિભિન્ન પુરાણો વગેરે ગ્રંથો સુવિખ્યાત હતા. શિક્ષિત સમાજમાં કાલિદાસ, ભારવિ, માઘ, ભવભૂતિ, ભટ્ટનારાયણ, ભર્તુહરિ, બાણ અને સુબંધુ જેવા કવિઓ તથા ભરત, દંડી, વામન વગેરે આલંકારિકો સુપરિચિત થઈ ગયા હતા.
તે યુગમાં સંસ્કૃતની પ્રેરણા અને પ્રોત્સાહનથી કન્નડ ભાષારૂપી બાલિકા ભાવભંગિમાઓ સાથે નાચવા લાગી હતી. પતંગ અને પંપની દેખરેખમાં તે બાલિકા ઉત્તરોત્તર વધી. તેમની રચનાઓમાં સંસ્કૃતની ભરમાર જ આનું પુષ્ટ પ્રમાણ છે. નપતંગ ગદ્ય શૈલી માટે ભાણ-વિરચિત હર્ષચરિત, કાદંબરી વગેરેને આદર્શ બતાવે છે. એ જ રીતે પદ્ય-શૈલી માટે તે નારાયણ, ભારવિ, કાલિદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org