Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ સાહિત્યનો આરંભકાળ
નૃપતંગ (૮૧૪-૮૭૭ ઈ.સ.)
તે રાષ્ટ્રકૂટવંશના રાજા હતા. માન્યખેટ તેમની રાજધાની હતી. અમોઘવર્ષ અને અતિશયધવલ નૃપતંગની ઉપાધિઓ હતી. સંસ્કૃતના ‘આદિપુરાણ’ના રચિયતા જિનસેન તેમના પૂજ્ય ગુરુ હતા. ‘પ્રશ્નોત્તરરત્નમાલિકા'' નામક સંસ્કૃત ગ્રંથમાં તેમણે લખ્યું છે કે વિરક્ત થઈ, મેં સ્વયં રાજ્યનો પરિત્યાગ કર્યો છે.
કવિરાજમાર્ગ તેમનો લક્ષણગ્રંથ છે. તેમાં દોષાદોષાનુવર્ણનનિર્ણય,શબ્દાલંકાર તથા અર્થાલંકાર નામના ત્રણ પરિચ્છેદ છે. પ્રત્યેક પરિચ્છેદમાં અંતે ‘નૃપતંગદેવાનુમત’ અંકિત છે. આશ્ચર્ય છે કે આમાં ‘કૃતમ્’ ન હોતાં ‘અનુમતમ્’ છે. પરિચ્છેદના અંતિમ પદ્યમાં ‘શ્રીવિજયપ્રભૂતમ્' લખેલું મળે છે. સાથે સાથે જ ગ્રંથના અંતે ‘નૃપતંગના સભાસદ દ્વારા કથિતકાવ્યમ્' કહ્યું છે. આ જ કારણોસર વિદ્વાનોએ અનુમાન કર્યું છે કે શ્રીવિજય નૃપતંગના સભાસદ હતા અને તેમણે જ નૃપતંગના નામે આ ગ્રંથ લખ્યો હશે. કેટલાક લોકોનો એમ પણ મત છે કે કવિરાજમાર્ગના રચયિતા શ્રીવિજય નહિ, પરંતુ કવીશ્વર છે.
૯
નાગવર્મ અને ભટ્ટારક અકલંક આ બંનેની માન્યતા છે કે નૃપતંગ જ કવિરાજમાર્ગના પ્રણેતા છે. જો ગ્રંથ શ્રીવિજય અથવા કવીશ્વર દ્વારા નિર્મિત હોત તો સ્પષ્ટ રૂપે પોતાના જ નામ ‘પરમ શ્રીવિજય' કે ‘કવીશ્વર' આપવામાં કોઈ આપત્તિ તો હતી નહિ. સંસ્કૃતમાં નૃપતંગ-પ્રણીત એક ગ્રંથ છે પણ.
કવિરાજમાર્ગ મૌલિક ગ્રંથ નથી, દંડીના ગ્રંથનું કન્નડ રૂપાંતર છે. દંડીની માન્યતાઓ સાથે સહમત હોવાને નાતે ગ્રંથમાં ‘અનુમતમ્’ લખ્યું હશે. નહિ તો તેઓ ‘કૃતમ્’નો જ પ્રયોગ કરી શકત. આ જ કારણોસર કવિરાજમાર્ગના રચિયતા નૃપતંગ જ ગણાય છે, શ્રીવિજય કે કવીશ્વર નહિ.
આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રનું નિરૂપણ તો થયું જ છે, સાથે સાથે જ તે યુગની કન્નડના સંબંધમાં જે તથ્યો અહીં ઉપલબ્ધ થાય છે, તે સાહિત્યના ઈતિહાસકારની દૃષ્ટિએ ઓછાં મહત્ત્વપૂર્ણ નથી. આમાં કન્નડ ભાષાની ભૌગોલિક સીમા વિશે ઉલ્લેખ છે ‘કન્નડ પ્રદેશ કાવેરીથી ગોદાવરી સુધી ફેલાયેલો છે.' આનાથી સ્પષ્ટ
૧. વિશેષ જીજ્ઞાસુ ‘વીરવાણી’ વર્ષ ૨૨, અંક ૧૩-૧૪, (જયપુર)થી પ્રકાશિત મારો લેખ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org