Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૩૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
કણજ્જુ'નો અર્થ અક્ષર પણ કરવામાં આવ્યો છે. પ્રથા, નિયમ, ક્રમ – આ અર્થ પણ “કણ' શબ્દના છે. આથી ક્રમબદ્ધ અક્ષરો અથવા ભાવોથી યુક્ત ગ્રંથોને પણ “કણકું' કહે છે. આની અંતર્ગત “પેરેડ' અને “કૈયેડુ' નામક સાંકેતિક શબ્દોને, પરવર્તી શૈવસંત તિરુનાવુક્કરશરે પોતાના ગીતોમાં “વરિડયું પુત્તકમ્ (ક્રમબદ્ધ લાંબી પુસ્તક-કવિતા) તથા “કળુ કણઝુ' શબ્દપ્રયોગ દ્વારા નિર્દિષ્ટ કર્યા છે. અક્ષરમાલિકા કે અક્ષરમાલાને પણ “નૈડફ કણજ્જુ' કે “અરિચ યુવડિ' કહે છે. પરંતુ અહીં “કણÉ' શબ્દ ગ્રંથના અર્થમાં જ પ્રયુક્ત થયો છે. તેના પ્રમાણ રૂપે, કીકણકું' (લઘુગ્રંથ) અને “મેક્કણÉ' (મોટો ગ્રંથ) – આ બંનેનું તામિલ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે.
જે ગ્રંથ નાના-નાના પદ્યોમાં, શાસ્ત્રીય વિષય કે કથાની જેમ ક્રમબદ્ધ ન હોતાં, સ્વતંત્ર તથા સ્કુટ ભાવો કે નૈતિક વિષયોનું વર્ણન કરે છે, તેને “કળુ કણકકુ' કહે છે. કેટલીય પંક્તિઓ ધરાવતાં પદ્યોમાં વિસ્તૃત વિષયનું જે વર્ણન કરે છે, તેને “પત્રિ, પાટ્ટિયમ્” નામક લક્ષણ ગ્રંથમાં “મેર્કણકુ' (મોટો ગ્રંથ) કહેવામાં આવ્યો છે.
આ નામોનું પ્રચલન અનુમાને દસમી સદીથી થયું હશે. અગિયારમી સદીના ગ્રંથ “વીર ચોળિયની વ્યાખ્યામાં “પતિનેણ કણ'નો નિર્દેશ છે. અને, દસમી સદીના છંદશાસ્ત્ર “યાપ્રર્કલ કારિર્ઝના વ્યાખ્યાકારે પણ ઉક્ત ગ્રંથનો નિર્દેશ કર્યો
અઢાર ગ્રંથોનો સમુચ્ચય જેને તામિલમાં “પતિનેણ કળુ કણક્ક તો કહે છે, સંઘકાલ દરમિયાન જ પોતાની વિશિષ્ટ સંજ્ઞાથી પ્રસિદ્ધ થયો. છતાં પણ, કેટલાય ગ્રંથ તોલકાપ્પિયમમાં બતાવેલાં “અખૈ” નામક લક્ષણ અંતર્ગત તે સમુચ્ચયમાં આવે છે. તેમની પ્રાચીનતા અને લોકપ્રિયતાને કારણે જ, ઈfપૂરણા, ગુણસાગર વગેરે લક્ષણગ્રંથ-વ્યાખ્યાતાઓએ પોતાના સમકાલીન “તેવારમ્' વગેરે શૈવ સાહિત્યના પદ્યોનું ઉદ્ધરણ ન આપતાં આ સમુચ્ચયના લઘુ ગ્રંથોના પદ્યોનાં જ ઉદ્ધરણ પોતાની વ્યાખ્યાઓમાં આપ્યા છે. “ઈન્ના નાર્પદુ (અહિત ચાલીસી) નામક ગ્રંથમાં શિવ, બલરામ, કૃષ્ણ અને કાર્તિકેય – આ દેવતાઓની આરાધનાનું વર્ણન હોવાથી તે સંઘકાલીન કે તેની આસપાસનો માની શકાય. આ જ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – આ ત્રિદેવની પૂજાનું વર્ણન “ઇનિય નાર્પદુ' (હિત મધુરચાલીસી) ગ્રંથમાં છે. આ ગ્રંથ સંઘકાલનો પરવર્તી હોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org