Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૯૬
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
જે શૈવ સંત સાહિત્ય તૈયારની પહેલાં રચિત હતું. છતાંપણ તેનું અનુસરણ કરી કેટલાક ગ્રંથ રચવામાં આવ્યા હશે, જે ઉપલબ્ધ નથી. તે પરંપરામાં અર્વાચીન હોવા છતાં પણ, પૂર્વ ગ્રંથોની અપેક્ષાએ અત્યંત ઉપાદેય તથા સુબોધ રચના છે
નમ્બિ અહપ્પોરુળ” જે આજ સુધી બહુજન સમાદત છે, તેના રચયિતા હતા “ના કવિરાજ નમ્બિ”. તેમણે “તોલકાપ્પિયમ્'નો “અહપ્પોરન્ ઇલક્કણમ” (આંતર પક્ષ કે લક્ષણ) અને અન્ય પ્રસિદ્ધ કાવ્યગ્રંથોનું પૂર્ણ અધ્યયન કરી, વૈજ્ઞાનિક રીતે પોતાના અનુસંધાનપૂર્ણ નિષ્કર્ષ કાઢ્યા, જેમનો સમાવેશ “નમ્બિ અહપ્પોરુળમાં થયો. ગ્રંથકર્તા નાર્ કવિરાજ નમ્બિના પિતા “મુત્તમિદ્ આશાન્ હતા, જેનો અર્થ છે “ઈલુ (સાહિત્ય) “ઇશૈ” (સંગીત) અને “નાટકમ્” (નાટક) આ ત્રણે શાખાઓમાં નિષ્ણાત. (તામિલમાં “સુત્તમિલુનો અર્થ છે તામિલની ત્રણ શાખાઓ, જે “ઇયેલું,
ઈશ” અને “નાટકમ્' નામે પ્રસિદ્ધ છે) અને તેમનું નામ “પુલિયંગુડિ ઉમધ્યવન્દાર' હતું. તેમની પ્રશસ્તિમાં ગાવામાં આવ્યું છે, “ઈરુ પેરુમ્ કર્લજ્જ ઓરુ પેરુમ્ કુરિશિ” (અર્થાત્ બે મહાન કલાઓના સંસ્કૃત અને તામિલ સાહિત્યના એકમાત્ર ઉત્તમ જ્ઞાતા, માન્યવર પંડિત). તેમના પુત્ર નાર્ કવિરાજ નામ્બિ જે પ્રસ્તુત “નમ્બિ અહપ્પોળ' ગ્રંથના રચયિતા હતા, જૈન હતા. આ વાતનું સમર્થન તેમની ઈશ્વરવંદનાથી થાય છે. તે ગ્રંથની એક પ્રાચીન વ્યાખ્યાથી જણાય છે કે તે નિમ્બિ કુલશેખર પાડ્યનુના સમકાલીન હતા. આ પાઠ્ય નરેશ ચયવર્મનું કુલશેખરન્-પ્રથમ હતો. તેનો શાસનકાળ બારમી સદી હતો. “નમ્બિ અહપ્પોળના આધારે, તેના લક્ષણગ્રંથ રૂપે કવિવર પોચ્યા મોલિ પુરવરે “તર્જવાણનું કોવૈ' નામક એક પ્રબંધ કાવ્ય રચ્યું હતું. “વાણ' જાતિના લોકો તેરમી સદીમાં પાઠ્ય દેશમાં જઈ વસવા લાગ્યા. આ વાતની પુષ્ટિ કેટલાક શિલાલેખો દ્વારા થઈ છે. તેરમી સદીમાં, પાઠ્ય નરેશના સેનાપતિ તંજેવાણને ચેરરાજ પર ચડાઈ કરી વિજય પ્રાપ્ત કર્યો. તે જ વીરવરની સ્તુતિગાથાના ઉપલક્ષ્યમાં “તંજૈવાણન્ કોવૈ’નું પ્રણયન થયુ. આથી એ સ્પષ્ટ છે કે તેરમી સદીમાં “નમ્બિ અહપ્પોળ' (લક્ષણગ્રંથ) ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો અને તેનો પ્રભાવ વિદ્વાનોની મંડલીને આકૃષ્ટ કરી ચૂક્યો હતો.
નશ્ચિનાદ્ધિનિયર્ વ્યાખ્યાકારોમાં “નશ્ચિનાર્ફ ઇનિયરૂનું નામ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. તેઓ વૈદિક બ્રાહ્મણ હતા. તેમનો સમય તેરમી સદી પછી જ હોવો જોઈએ. તેમનું જન્મસ્થાન મદુર હતું, જે પાઠ્ય રાજ્યની રાજધાની હતી. તોલકાપ્પિયમ્, જીવકચિન્તામણિ, કલિજ્જોકે, કુરુનું તોકે, વગેરે પ્રાચીન ગ્રંથોની વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org