Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૩૩
માણિક
તેઓ પણ ભ. પદ્મનદિના શિષ્ય હતા. તેમની ત્રણ નાની રચનાઓ ઉપલબ્ધ છે – ગુરુ-આરતી, નવગ્રહ આરતી તથા દેવી પદ્માવતી લાવણી. આ ત્રણેની પદ્ય-સંખ્યા ૫-૫ છે.' જિનસેન
તેઓ કોલ્હાપુરના ભટ્ટારક હતા. મરાઠીમાં તેમના ત્રણ ગ્રંથો ઉપલબ્ધ છે. જંબુસ્વામીપુરાણમાં ૧૧ અધ્યાયો છે. સંસ્કૃતમાં સકલકીર્તિ દ્વારા રચિત ગ્રંથના આધારે જંબૂસ્વામીની કથા આમાં સુંદર શબ્દોમાં વર્ણિત છે. સકલભૂષણની સંસ્કૃત રચનાના આધારે ઉપદેશ રત્નમાલા નામક બીજો વિસ્તૃત ગ્રંથ જિનસેને શક ૧૭૪૩ (સનું ૧૮૨૧)માં લખ્યો. શ્રાવકોના છ કર્મોનું સારું વર્ણન આમાં છે. તેમનો ત્રીજો ગ્રંથ પુણ્યાશ્રવ કથાકોશ શક ૧૭પ૧માં પૂર્ણ થયો હતો. આમાં નાગકુમાર, સુકુમાર, ચારુદત્ત, ભવિષ્યદર વગેરેની ૭૯ કથાઓ વિસ્તારથી વર્ણિત છે. આ ગ્રંથ એક કન્નડ રચનાના આધારે લખવામાં આવ્યો હતો.' લક્ષમીસેનશિષ્ય
કારંજાના સેનગણના ભટ્ટારક પદ પર શક ૧૭૫૪ (સનું ૧૮૩૨)માં લક્ષ્મીન બેઠા હતા. આ સમારોહનું વર્ણન તેમના એક શિષ્ય ૫ કડવકોના એક ગીતમાં કર્યું છે. આ કવિએ પોતાના નામનો ઉલ્લેખ નથી કર્યો. ઠકાપ્યા
તેમનો એક માત્ર ગ્રંથ પાંડવપુરાણ ૧૭૭૨ (સન્ ૧૮૫૦)માં કોલ્હાપુરની
૧. “દેવીચી લાવણી' આ ગીત જિનદાસ ચવડે, વર્ધા, દ્વારા સન્ ૧૯૧૩માં પ્રકાશિત પદ્માવતીચી
ગાણી આ પુસ્તકમાં મળ્યું, બાકી બે અમારા હસ્તલિખિત સંગ્રહમાં છે. ૨. પ્ર. કલ્લાપ્પા ઉપાધ્યાય, નાન્દણી (કોલ્હાપુર), વર્ષ જાણી શકાયું નથી. ૩. પ્ર. કલ્લાપ્પા નિટ, કોલ્હાપુર, સન્ ૧૮૯૮. ૪. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૫. ૫. આ ગીત અમે અનેકાન્તરૈમાસિક, દિલ્લી, ના વર્ષ ૧૮ (પૃ. ૨૨૩)માં પ્રકાશિત કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org