Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૨
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
ચન્દ્રકીર્તિ
તેમની ત્રણ નાની રચનાઓ મળે છે.' સમેદશિખરમાહાસ્ય ૬૪ શ્લોકોનું છે તથા પદ્માવતી શ્રૃંગાર વર્ણન ૨૪ કડવકોનું. પહેલી રચના શક ૧૭૩૭ (સનું ૧૮૧૫)માં અને બીજી તેના આગલા વર્ષમાં પૂર્ણ થઈ હતી. આ બંનેમાં કવિના ગુરુનો નામોલ્લેખ નથી. છતાંપણ સંભવતઃ આ તે જ ચન્દ્રકીર્તિ છે જે રત્નકીર્તિના શિષ્ય હતા. તેમની એક અન્ય રચના રવિવ્રતકથામાં ૧૭૪ ઓવી છે. તેની પ્રશસ્તિ
અનુસાર તેમનું સંસારી નામ અન્તાજી પંત અવધૂત હતું. કારંજામાં તેઓ રત્નકીર્તિના શિષ્ય થયા હતા પછીથી વિશાલકીર્તિ ગુરુએ તેમને મંડલાચાર્યનું પદ આપ્યું હતું. નાગેન્દ્રકીર્તિ
તેઓ લાતૂરના ભટ્ટારક પદે હતા. તેમનાં દસ ફુટ પદો પ્રાપ્ત છે. બે પદોમાં ચન્દ્રકીર્તિનો અને બેમાં વિશાલકીર્તિનો ગુરુરૂપે ઉલ્લેખ છે. એક પદમાં રામક્ષેત્ર (રામટેક)ના શાંતિનાથની અને એકમાં દેઉલઘાટના ચન્દ્રપ્રભની સ્તુતિ છે. બધા પદો જિનભક્તિ, ગુરુભક્તિ અને વૈરાગ્ય-ભાવથી પરિપૂર્ણ છે. તેમનો સમય ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ – સન્ ૧૮૨૫ની આસપાસનો છે. દિલસુખ
તેઓ કારંજના ભટ્ટારક પદ્મનદિના શિષ્ય હતા. આથી તેમનો સમય સનું ૧૭૯૩થી ૧૮૨૩ની આસપાસ નિશ્ચિત થાય છે. તેમનો સ્વાત્મવિચાર નામક ગદ્ય ગ્રંથ ઉપલબ્ધ છે. સંસ્કૃત તર્ક-ગ્રંથોની શૈલીમાં આત્મા સંબંધી વિવિધ દર્શનોના વિચારોની આમાં સમીક્ષા કરવામાં આવી છે. જૂની મરાઠીમાં તર્કશાસ્ત્રનું વિસ્તૃત વિવેચન આ જ ગ્રંથમાં મળે છે.
૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૨. ૨. આની હસ્તલિખિત પ્રત અચલપુરમાં ઉપલબ્ધ થઈ. ૩. આની એક જીર્ણ પોથી અમારા સંગ્રહમાં છે. જિનપધરત્નાવલી નામક નાના એવાં પુસ્તકમાં
આના કેટલાક પદો છપાયા પણ હતા. પરંતુ આના પ્રકાશક વગેરેનું વિવરણ અમને નથી મળી
શક્ય. ૪. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૭. "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org