Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
૨૪૫
અનંતરાજ બોપલકર, સોલાપુરવાળાએ જૂના મરાઠી સાહિત્યના એક પ્રમુખ કવિ. મહતિસાગરનું જીવનચરિત કાવ્યબદ્ધ કર્યું હતું (૧૯૩૪). ભૂધરદાસના પાર્શ્વપુરાણનું મરાઠી રૂપાંતર પણ તેમણે પદ્યબદ્ધ રૂપે કર્યું હતું (૧૯૩૯).
| વિદ્યાકુમાર દેવીદાસ જૈને ભક્તામર વગેરે પાંચ સ્તોત્ર (૧૯૩૫) તથા ધનંજયની નામમાલા (૧૯૩૭)નું મરાઠી રૂપાંતર કર્યું હતું. '
ગોપાલ બાલાજી બીડકરે (ઉપનામ બાલસુત) અકલંક-નિષ્કલંકની પૌરાણિક કથા પર આધારિત ખરો સ્વાર્થત્યાગ (૧૯૩૬) નાટકની રચના કરી હતી. કુલભૂષણ-દેવભૂષણચરિત (૧૯૩૯) નામક તેમની કાવ્યબદ્ધ રચના પણ પઠનીય
અમરાવતીના શ્રીમાન નતૂસા પાસૂસી કલમકરે જૂની મરાઠી સાહિત્યની શૈલીમાં જૈનવ્રતથગ્રહ (૧૯૩૬)ની રચના કરી હતી. ચોવીસતીર્થંકરપૂજા તેમની બીજી પદ્યબદ્ધ રચના છે.
કાલચન્દ્ર જિનચન્દ્ર ઉપાધ્યાયે આચાર્ય માણિક્યનદિના પરીક્ષામુખનું મરાઠી રૂપાંતર તૈયાર કર્યું હતું (૧૯૩૭). તેમની બીજી બૃહદ્ રચના જૈનેન્દ્રવ્રતકથાસંગ્રહ (૧૯૫૪)માં જૈન સમાજમાં પ્રચલિત પ્રાયઃ બધા વ્રતોની વિધિ અને કથાઓ ઉપલબ્ધ થાય છે.
પ્રિયંકર શિરઢોણકરે સાંગલીની વીર ગ્રંથમાલામાં કર્ણાટક જૈન કવિકુલ (૧૯૪૧) તથા પ્રાચીન જૈનાચાર્ય (૧૯૪૨) નામક પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. | લાતૂરના ભટ્ટારક વિશાલકીર્તિ દ્વારા રચિત પૂજા, સ્તુતિ, આરતી તથા ફુટ કવિતાઓનો સંગ્રહ ભાવાંકુર (૧૯૪૮) લલિત શબ્દરચનાની દૃષ્ટિએ પઠનીય છે.
મુનિ શ્રી ચૌથમલજીના નિગ્રંથ પ્રવચનનું મરાઠી રૂપાંતર શ્રી પ્રતાપમલ કોચરે પ્રસ્તુત કર્યું હતું (૧૯૫૪) તથા કીર્તિવિજયજી દ્વારા મરાઠીમાં રૂપાંતરિત આહતધર્મપ્રકાશ (૧૯૫૫) મુંબઈથી પ્રકાશિત થયું હતું.
જયકુમાર આલંદકરે જીવંધરની પુરાતન કથાનું આધુનિક સરળ રૂપાંતર પ્રસ્તુત કર્યું (૧૯૫૬) તથા પંડિત કૈલાશચન્દ્રજીના ભગવાન ઋષભદેવનો અનુવાદ પણ કર્યો (૧૯૫૮).
પંડિત આશાધરના સાગરધર્મામૃતનું વિશદ મરાઠી વિવેચન રવીન્દ્રકુમાર નાંદગાંવકરે પ્રસ્તુત કર્યું (૧૯૫૭).
આર્થિકા રાજુલમતીનું જીવનચરિત વિદ્યુલ્લતા શહાએ લખ્યું હતું (૧૯૫૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org