Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૬
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
વાદિરાજસૂરિના યશોધરચરિતનું સરળ રૂપાંતર જયકુમાર ક્ષીરસાગરે કર્યું (૧૯૬૦). વાદીભસિંહસૂરિના ક્ષત્રચૂડામણિનું તેમણે પદ્યબદ્ધ રૂપાંતર કર્યું જે માસિક સન્મતિમાં ધારાવાહિક રૂપે પ્રક્રશિત થયું છે.
પંડિત કૈલાશચન્દ્રજીના જૈન ધર્મનો મરાઠી અનુવાદ પ્રેમચંદ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો (૧૯૬૩). - અ. જિ. હુપનો ગીતમહાવીર નામક શ્રુતિમધુર ગીતોનો સંગ્રહ ભગવાન મહાવીરની જીવનકથા ભાવપૂર્ણ શબ્દોમાં પ્રસ્તુત કરે છે (૧૯૬૩). તેમણે મેનાસુંદરીની કથા પણ ગીત રૂપે પ્રસ્તુત કરી છે.
સોલાપુરના શ્રાવિકાશ્રમની પ્રમુખ પંડિતા સુમતિબાઈએ કેટલાય વર્ષો સુધી માસિક જૈન મહિલાદર્શના મરાઠી વિભાગનું સંપાદન કર્યું છે. રામાયણ (૧૯૬૫) નામે નાના એવા પુસ્તકમાં તેમણે પદ્મપુરાણની કથાનું આધુનિક રૂપે વર્ણન કર્યું છે. નેમિચન્દ્રાચાર્યના દ્રવ્યસંગ્રહનું સુબોધ રૂપાંતર પણ તેમણે પ્રસ્તુત કર્યું છે (૧૯૬૮). હાલમાં જ આદિગીતા નામક તેમનો વિસ્તૃત કાવ્યગ્રંથ પ્રકાશિત થયો
છે.
- પહિલા સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્ય) – વાસંતી શહાનું આ સરસ પુસ્તક (૧૯૬૫) જૈન ઈતિહાસની દૃષ્ટિએ પઠનીય છે. સંસ્કૃતિગંગા તેમનું બીજું પુસ્તક પ્રાચીન ભારતીય નારીઓની બોધપ્રદ કથાઓ પ્રસ્તુત કરે છે.
કુંદકુંદાચાર્યના સમયસારની અમૃતચન્દ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ ટીકાનું વિશદ વિવેચન પંડિત ધન્યકુમાર ભોરે, કારંજવાળાએ પ્રસ્તુત કર્યું છે (૧૯૬૮). આની પહેલાં તેમણે પંડિત ટોડરમલ વિરચિત મોક્ષમાર્ગપ્રકાશકનું મરાઠી રૂપાંતર પણ કર્યું હતું.
ગજકુમાર શાનું પવનપુત્ર હનુમાન્ તથા આદિકુમાર બેગડે નું કુમાર પ્રીતિકર એ સરળ કથારૂપ પુસ્તકો જીવરાજ ગ્રંથમાલા, સોલાપુરથી પ્રકાશિત થયાં છે (૧૯૬૫).
શિરપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ મંદિર વિષયમાં શ્વેતાંબર પરંપરાનો દષ્ટિકોણ મુનિ જંબૂવિજયજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેને વાલચંદ હિરાચંદે મરાઠીમાં રૂપાંતરિત કર્યો (૧૯૬૦). આ જ ક્ષેત્રના વિષયમાં દિગંબર પરંપરાનો દષ્ટિકોણ નેમચન્દ ડોણગાંવકરે પ્રસ્તુત કર્યો છે.
હેમચન્દ્ર વૈદ્ય, કારંજા ગત કેટલાક વર્ષોથી માસિક સન્મતિના સંપાદકમંડલમાં છે. પ્રાચીન ધાર્મિક માન્યતાઓનું આધુનિક સ્પષ્ટીકરણ આપતાં વાતચીતની રીતે ૧. હાલ તેઓ માસિક સન્મતિના સંપાદકમંડળમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org