Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 294
________________ (II) લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સ. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની સ્ફુરણા થાય છે સાકાર ૪૫૦ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર ૪૦૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીન સ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર સ્ફૂર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. એવી સરસ ગોઠવણી ક૨વી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે... સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝ–બૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શન પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ ૫. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., ૫.પૂ.આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. શ્રી પ્રમોદચંદ્રવિજયજીગણી મ.સા., પ.પૂ.પં. શ્રી અજિતચંદ્રવિજયજી ગણિ મ.સા., ૫.પૂ.પં. શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., ૫.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ. મ. આદિ ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309