Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચઢે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઓફીસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર- શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટુ, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા, પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચશ્કેસરી ને મા પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લૉકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી – અવસર્પિણી કાળપાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વિરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુયાઇનો ખ્યાલ
- શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ત્યારે મુખ્ય દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલા દશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ, સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઇન્દ્રધ્વજને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્રને ઈન્દ્ર મહારાજની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુને કૃષ્ણ મહારાજા; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પદને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજ-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે,
જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના નાના પત્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં કંડારેલા વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧ ઇંચની પ્રતિમા અપ્રતિહાર્ય સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org