Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૮
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
જૈન ગુરુકુળ, સોલાપુર (તથા પછીથી બાહુબલી, જિ. કોલ્હાપુર)ના મુખપત્ર રૂપે માસિક સન્મતિનું પ્રકાશન સન્ ૧૯૫૦થી માણિકચંદ ભિસીકરના સંપાદનમાં થઈ રહ્યું છે. તેના સહાયક સંપાદક સુમેર જૈન તથા સુભાષચન્દ્ર અક્કોળે છે. - શ્રેણિક અન્નદાતે, મુંબઈ દ્વારા સંપાદિત પાક્ષિક પત્ર તીર્થંકર પ્રગતિશીલ વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે (પ્રારંભ ૧૯૬૮).
કાંતિલાલ ચોરડિયા, પૂના દ્વારા ૧૯૬૯માં પાક્ષિક જૈન જાગૃતિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે.
ઉપસંહાર સર્વજનોપયોગી દૈનિક પત્રોના સંપાદનમાં પણ કેટલાક જૈન વિદ્વાનોએ મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમાં સોલાપુર સમાચારના સહસંપાદક નાનચંદ શહા તથા દૈનિક સત્યવાદી, કોલ્હાપુરના સંપાદક બાલાસાહેબ પાટીલ મુખ્ય છે.
પાછલા દસ વર્ષોમાં મરાઠી સાહિત્યના છુટાછવાયા પ્રકાશન જ થયા છે. જીવરાજ ગ્રંથમાલા દ્વારા રત્નકીર્તિ અને ચન્દ્રકીર્તિનો આરાધના કથાકોશ (સંપાદક પ્રા. શાંતિકુમાર કિલ્લેદાર) પ્રકાશિત થયો છે તથા પહેલા મરાઠી જૈન લેખક ગુણકીર્તિની એક નાની ગુજરાતી રચના વિવેક વિલાસ (વિ. જોહરાપુરકર દ્વારા સંપાદિત) આ જ ગ્રંથમાલાએ પ્રકાશિત કરી છે. ૨૫૦૦મા મહાવીર નિર્વાણોત્સવના પ્રસંગે કેટલીય પુસ્તિકાઓ અને સ્મારિકાઓ નીકળી છે. પ્રાચીન મરાઠી કથાપંચક (વિ. જોહરાપુરકર દ્વારા સંપાદિત)માં ચિમનાપડિતની અનંતવ્રતકથા, પુણ્યસાગરની આદિત્યવ્રતકથા, મહીચંદ્રની નિર્દોષસપ્તમી કથા તથા લક્ષ્મીચંદ્રની મેઘમાલા કથા જીવરાજ ગ્રંથમાલામાંથી પ્રકાશિત થઈ છે.
મરાઠી જૈન સાહિત્યના પ્રાચીન અને આધુનિક મુખ્ય નિર્માતાઓનો સંક્ષિપ્ત પરિચય આપવાનો પ્રયાસ આ પ્રકરણમાં કરવામાં આવ્યો છે. વિસ્તાર ભયથી આ લેખકોની કૃતિઓની ઐતિહાસિક, સાહિત્યિક કે તાત્ત્વિક વિશેષતાઓનું વિવેચન અહીં નથી કરી શકાયું. છતાંપણ અમને આશા છે કે વિષયની ધૂળ રૂપરેખા વિદ્વાનો સમક્ષ મૂકવાનો અમારો ઉદેશ સફળ ગણવામાં આવશે. આ પ્રકરણને વર્તમાન સ્વરૂપ આપવામાં પ્રા. શાંતિકુમાર કિલ્લેદાર તથા ડૉ. સુભાષચંદ્ર અક્કોળે, આ બે મિત્રોની સહાયતા મહત્ત્વપૂર્ણ રહી છે. અન્ય જે જે વિદ્વાનોના ગ્રંથોનો ઉપયોગ થયો છે તેમનો યથાસ્થાન નિર્દેશ કર્યો છે. તે બધા પ્રત્યે અમે કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org