Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
૨૪૭
કૈલાસ કાકા લેખમાલા તેમણે સન્મતિમાં લખી હતી જે હવે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ છે. સીતાના અગ્નિદિવ્યની કથા પર શીલસમ્રાજ્ઞી વાટિકા પણ તેમણે લખી છે. મુનિ શ્રી સમન્તભદ્રના પ્રવચનોમાંથી સંકલિત સુભાષિતોનો સાનુવાદ સંગ્રહ ઉદ્દબોધન નામે તેમણે સંપાદિત કર્યો છે.
આધુનિક સમયમાં ખૂબ ઓછા સાધુઓએ સાહિત્યરચના કરી છે. તેમાં મકરધ્વજપરાજય રૂપકાત્મક નાટકના પ્રણેતા શુ. આદિસાગર મુખ્ય છે. તેઓએ પદ્મપુરાણનું કાવ્યબદ્ધ રૂપાંતર પણ કર્યું છે. પત્રિકાઓ
મરાઠી જૈન સાહિત્યમાં આધુનિક યુગનો સૂત્રપાત માસિક જૈન બોધક દ્વારા સન્ ૧૮૮૪માં થયો હતો. હિરાચંદ નેમચંદ દોશી, કલ્લાપ્પા નિદવે, જીવરાજ ગૌતમચંદ દોશી તથા રાવજી સખારામ દોશીના સંપાદનમાં આ પત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી. આજકાલ તે વર્તમાન પાર્શ્વનાથ શાસ્ત્રી દ્વારા સાપ્તાહિક રૂપે સંપાદિત થઈ રહ્યું છે.
જૈન વિદ્યાદાનોપદેશપ્રકાશ માસિક પત્ર જૈન સભા, વર્ધાના મુખપત્ર રૂપે બકારામ પૈકાજી રોડે દ્વારા લગભગ દસ વર્ષ સુધી સંપાદિત તથા પ્રકાશિત થયું હતું. તેનો પ્રારંભ સન્ ૧૮૯૨માં થયો હતો. - પન્નાલાલ જૈન, વર્ધા દ્વારા ૧૮૯૮માં પ્રારંભ કરવામાં આવેલ માસિક જૈન ભાસ્કરમાં હિંદી અને મરાઠી બંને ભાષાઓના લેખ હતા.
દક્ષિણ મહારાષ્ટ્ર જૈન સભાના મુખપત્ર રૂપે અણાસાહેબ લટ્ટ દ્વારા પ્રગતિજિનવિજય સાપ્તાહિક સન્ ૧૯૦૧માં શરૂ કરવામાં આવ્યું હતું. સભાના નિર્ણયાનુસાર સમયે સમયે વિભિન્ન સામાજિક કાર્યકર્તા તેનું સંપાદન કરતા રહ્યા છે. આજકાલ તે બી. બી. પાટીલના સંપાદનમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
તાત્યાસાબે પાંગલ દ્વારા સંપાદિત માસિક વંદે જિનવરમ્ તથા ગણપત નારાયણ ચવડે, વર્ધાના માસિક જૈન બંધુનો ઉપર ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. માસિક સુમતિ, વર્ધા, કવિ રણદિવેના સંપાદનમાં કેટલાક વર્ષ પ્રકાશિત થયું હતું. તેમના જ દ્વારા જૈન વાગ્વિલાસ માસિક પણ શરૂ કરવામાં આવ્યું હતું (૧૯૧૩). આ જ સમયની આસપાસ જયકુમાર દેવીદાસ ચવરે દ્વારા માસિક જૈન ભાગ્યોદયનું કેટલાંક વર્ષ સંપાદન કરવામાં આવ્યું હતું. - રામચંદ ગુલાબચંદ વ્હોરા, સોલાપુર દ્વારા માસિક પ્રભાવના સન્ ૧૯૨૫માં શરૂ કરવામાં આવ્યું હતું. - વા. દે. ધુમાળે, કારંજા તથા કે. પી. ભાગવતકર, નાગપુરે સન્ ૧૯૩૫માં
માસિક સાર્વધર્મનું પ્રકાશન શરૂ કર્યું. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org