Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
નજીક કોગનોલી નગરમાં લખવામાં આવ્યો હતો. નાગરાજની કન્નડ કૃતિનું આ રૂપાંતર ૩૨ અધ્યાયોમાં પૂર્ણ થયું છે. ગિરિઆપ્પાના પુત્ર હોવાના નાતે કવિએ પોતાનું નામ ગિરિસુત પણ લખ્યું છે. તેઓ કોલ્હાપુરના ભટ્ટારક જિનસેનના શિષ્ય
હતા.
તુકુજી
૨૩૪
તેમની ૫ કડવકોની એક નાની એવી રચના કોતકો ઉપલબ્ધ છે. તે દેવી પદ્માવતીની પ્રાર્થનાનું ગીત છે. કવિએ પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ ‘સોમવંશ’ એ શબ્દથી કર્યો છે. તેમના સમયનો નિશ્ચય થઈ શક્યો નથી.
રાયા
તેમની લખેલી કેટલીક આરતીઓ ઉપલબ્ધ છે. તેમાં બાલકુંડના પાર્શ્વનાથ, યાદગિરીના માણિકસ્વામી, વડગાંવના શાંતિનાથ, સીતાનગરના શાંતિનાથ, જેઉરગીના ક્ષેત્રપાલ તથા ગોમ્મટસ્વામી (શ્રવણબેલગોલ)ની સ્તુતિ છે. તેમની કુલ પઘસંખ્યા ૨૦ છે. રાયાનો સમય નિશ્ચિત થઈ શક્યો નથી.૨
કેટલાક અજ્ઞાતકર્તૃક ગ્રંથ
જ્ઞાનોદય નામક ૯૯ ઓવીનું એક પ્રક૨ણ ઉપલબ્ધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિનું આમાં વિવેચન છે. આના લેખકે ગુરુનું નામ શક્રકીર્તિ બતાવ્યું છે, પરંતુ સ્વયં પોતાનો કોઈ પરિચય આપ્યો નથી.
કુંદકુંદાચાર્યના સમયસારની અમૃતચન્દ્રાચાર્ય કૃત આત્મખ્યાતિ ટીકાનું મરાઠી રૂપાંતર ઉપલબ્ધ છે. આના કર્તાના વિષયમાં કોઈ જાણકારી નથી મળી શકી.૪ સમંતભદ્રાચાર્યના રત્નકદંડ શ્રાવકાચારની મરાઠી ટીકા પણ ઉપલબ્ધ છે. તેની ભાષાશૈલી ગુણકીર્તિના ધર્મામૃત જેવી છે. તેના રચિયતાનો પણ કોઈ પરિચય નથી મળી શક્યો.
૫
૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૦૮, આ ગ્રંથ છપાઈ ચૂક્યો છે, પરંતુ આના પ્રકાશક વગેરેનું વિવરણ મળી શક્યું નથી.
૨-૩.પ્રા. મ., પૃષ્ઠ ૧૧૦-૧૧૧,
૪ પ્રા. મ., પૃષ્ઠ ૧૧૨.
૫.
આ ટીકા સન્મતિ માસિકમાં સન્ ૧૯૬૫માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે, સં. સુભાષચન્દ્ર અક્કોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org