Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
મરાઠી રૂપાંતર તેમની પ્રારંભિક કૃતિઓ હતી. છાત્રો માટે ઉપયોગી પાઠ્ય પુસ્તકો રૂપે બાલબોધ જૈન ધર્મના ચાર ભાગનું તેમણે સંપાદન અને પ્રકાશન કર્યું. મહારાષ્ટ્રમાં જૈન ધર્મ જ્ઞાનના પ્રસારમાં આ પુસ્તકોનું યોગદાન ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યું. જૈનકથાસંગ્રહ (૧૯૩૦) તથા જૈન કીર્તનતરંગિણી (૧૯૩૧) તેમની અન્ય મરાઠી કૃતિઓ છે. રાવસાહેબે લગભગ ૨૦ વર્ષ સુધી માસિક જૈન બોધકનું સંપાદન કર્યું. આ વર્ષોના આ પત્રના કેટલાય વિશેષાંકો પુસ્તકો જેવા જ સંગ્રહણીય છે. કથા, કવિતા, ઈતિહાસ વગેરે વિવિધ રૂપોની બહુમૂલ્ય સામગ્રી આ અંકોમાં ઉપલબ્ધ છે. પોતાના સમયના કેટલાય તરુણ સાહિત્યિકોની કૃતિઓ પ્રકાશિત કરવા માટે રાવસાહેબે હજારો રૂપિયાનો વ્યય કર્યો. મરાઠી જૈન સાહિત્યની પ્રગતિમાં તેમનું આ યોગદાન ક્યારેય ભૂલી શકાય એવું નથી.
જિનદાસ પાર્શ્વનાથ ફડકુલે
૨૪૦
તેઓ સોલાપુરના પ્રતિષ્ઠિત વિદ્વાન છે. ગદ્ય અને પદ્મ પર તેમનો સમાન અધિકાર છે. પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને મરાઠીમાં રૂપાંતરિત કરવામાં તેઓ નિરંતર પ્રયત્નશીલ રહ્યા છે. તેમની પ્રકાશિત કૃતિઓમાં નિમ્નલિખિત ગ્રંથોના અનુવાદ પ્રમુખ છે સમન્તભદ્રાચાર્યકૃત સ્વયમ્ભસ્તોત્ર (૧૯૨૦), આચાર્ય પાત્રકેસરીકૃત જિનેન્દ્રગુણસંસ્તુતિ તથા આચાર્ય વિદ્યાનન્દકૃત શ્રીપુર પાર્શ્વનાથસ્તોત્ર (૧૯૨૦), કુંદકુંદાચાર્ય તથા પૂજપાદાચાર્યમૃત દશભક્તિ (૧૯૨૧), શિવકોટ્યાચાર્યકૃત રત્નમાલા (૧૯૨૧), સોમદેવસૂરિકૃત દ્વાદશાનુપ્રેક્ષા (૧૯૨૩), આચાર્ય અમિતગતિકૃત તત્ત્વભાવના (૧૯૨૪), દેવસેન આચાર્યકૃત ભાવસંગ્રહ (૧૯૨૭), મલ્લિષેણ આચાર્યકૃત નાગકુમારચરિત (૧૯૨૭), સકલકીર્તિ ભટ્ટારક વિરચિત સુદર્શનચરિત (૧૯૨૭) તથા શ્રીપાલચરિત (૧૯૬૩), અસગ કવિકૃત વર્ધમાનચરિત (૧૯૩૧), કુંથુસાગર મુનિ વિરચિત બોધામૃતસાર (૧૯૩૮), પૂજ્યપાદ આચાર્યકૃત દશભક્તિ (૧૯૫૨) તથા નેમિદત્ત પંડિતકૃત રાત્રિભોજનત્યાગકથા (૧૯૫૬). તેમની સહુથી વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ રચના જૈન રામાયણ (૧૯૬૫) ૨વિષેણાચાર્યના પદ્મપુરાણનું પદ્યબદ્ધ રૂપાંતર છે. તેમણે પાંડવપુરાણ, સિદ્ધાંતસારસંગ્રહ વગેરે ગ્રંથોનો હિંદી અનુવાદ પણ કર્યો છે. જૈન બોધકને સાહિત્યિક રૂપ પ્રદાન કરવામાં તેમની કવિતાઓ અને લેખોનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું. આધુનિક યુગમાં તેમના જેવા નિરંતર સાહિત્ય-સાધના કરનાર ઋજુપ્રકૃતિના વિદ્વાન દુર્લભ છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org