Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૪૨
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
તીર્થનંદના નામક તેમના વિસ્તૃત પુસ્તકો પણ પઠનીય છે. તેમણે “અજ્ઞાત ઉપનામથી સાહિત્યરચના કરી છે. બાબગૌડા ભુજગૌડા પાટીલ - બેલગાવ-સાવલી વિભાગમાં દક્ષિણ મહારાષ્ટ્ર જૈન સભાના નેતાઓમાં તેઓ પ્રમુખ હતા. સભાના મુખપત્ર પ્રગતિ આણિજિનવિજયનું તેમણે કેટલાક વર્ષ સંપાદન કર્યું. ઐતિહાસિક જૈન વીર (૧૯૩૪) તથા દક્ષિણ ભારત અને જૈનધર્મ (૧૯૩૮) – તેમના આ ગ્રંથ મરાઠી સમાજના જૈન ઈતિહાસનો પરિચય કરાવવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થયા. રત્નકરંડનું તેમનું સંસ્કરણ (૧૯૪૩) અનુવાદ સાથે મૌલિક વિવેચનથી પણ અલંકૃત છે. અહિંસા (૧૯૪૬) તથા મહાવીરવાણી (૧૯૫૬) તેમની અન્ય રચનાઓ છે. આપ્પા ભાઊ મગદૂમ
સાંગલીની વીર ગ્રંથમાલાના સંચાલક રૂપે તેમણે જૈન સમાજમાં ઈતિહાસની અભિરુચિ ઉત્પન્ન કરવામાં પ્રશંસનીય યોગ આપ્યો. નેમિસાગરચરિત (૧૯૩૪), સપ્ત સમ્રાટ (૧૯૩૬), જૈન વીર સ્ત્રીઓ (૧૯૩૬), ચૌદ રત્નો (આચાર્ય-જીવનપરિચય) (૧૯૪૧) તથા વનરાજ (૧૯૪૫) – તેમની મુખ્ય કૃતિઓ છે. શાંતિનાથ યશવંત ના
તેમણે શેઠ રાવજી સખારામ દેશી તથા આચાર્ય શાંતિસાગરના જીવન ચરિત લખ્યાં હતાં. કથાકૌમુદી (૧૯૩૬)માં સમ્યક્તના પાલનના કથારૂપ ઉદાહરણ આપે સરળ ભાષામાં અંકિત કર્યા હતા. જંબૂકુમારની વિરક્તિ (૧૯૫૯) તથા સતી ચંપાવતી (૧૯૬૩) એ તેમના અન્ય સરળ કથારૂપ પુસ્તકો પણ પ્રકાશિત થયા
સુમેર જૈને
સોલાપુર ગુરુકુળથી (અને પછીથી બાહુબલી ગુરુકુળથી પ્રકાશિત માસિક પત્ર સન્મતિના સંપાદનમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. ગંભીર તથા લલિત બંને શૈલીઓ પર તેમનો અધિકાર છે. જટાયુ નામક નિબંધ સંગ્રહમાં તેમના વિચારોત્તેજક અને મનોરંજક લેખો સંકલિત થયા છે. વર્ધમાન મહાવીર (૧૯૫૮), સમ્રાટ કરકંડ (૧૯૬૫), અમર કથા (૧૯૭૦) – આ પ્રાચીન કથાઓના આધુનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org