Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૩૬.
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
પાર્શ્વનાથચરિત્ર તથા મહાવીરચરિત્ર તથા ષોડશકારણભાવના વગેરે ઉપદેશપ્રદ - નિબંધસંગ્રહ શેઠજીના અન્ય પુસ્તકો છે. ચવડે બંધુ
પ્રાચીન મરાઠી જૈન સાહિત્યના પ્રકાશક રૂપે શ્રી જિનદાસ નારાયણ ચવડે, વર્ધા, નો ઘણી વાર ઉલ્લેખ થઈ ચૂક્યો છે. તેમના બે બંધુઓ નેમચંદ ચવડે અને ગણપતરાવ ચવડેએ આધુનિક મરાઠીમાં સારી રચનાઓ કરી છે. જૈન ધર્મામૃતસાર, જૈન વ્રતકથાસંગ્રહ તથા સંગીત નિર્વાણક્ષેત્રપૂજા આ ત્રણ રચનાઓ સન ૧૮૯૪માં નેમચંદ ચવડેએ લખી અને પ્રકાશિત કરી. “સંગીત સુશીલ મનોરમા' નાટક સન ૧૯૦૨માં પ્રકાશિત થયું. જૈન ભજનામૃત સંગીત પદ (૧૯૧૦), સંગીત જૈન કિર્તનાવલિ (૧૯૧૮) તથા સીતાશીલ મહાભ્ય અને લવાંકુશ ચરિત્ર (૧૯૨૫) – આ તેમની અન્ય કૃતિઓ છે. ગણપતરાવ ચવડેએ ગર્વપરિહાર નાટક (૧૯૦૭). તથા હનુમાનચરિત્ર (૧૯૧૨) એ પુસ્તકો લખ્યાં છે. તેમણે જૈનબંધુ માસિક પત્રનું (પ્રારંભ સન ૧૯૦૮) પણ કેટલાક વર્ષો સુધી સંપાદન કર્યું હતું. કૃણાજી નારાયણ જોશી
બેલગાંવના આ વિદ્વાન દ્વારા સન ૧૮૯૭-૯૮માં અમૃતચંદ્રાચાર્ય કૃત પુરૂષાર્થસિધ્ધપાય, નેમિચન્દ્રાચાર્યકૃત દ્રવ્યસંગ્રહ, હરિશ્ચન્દ્રકૃત ધર્મશર્માલ્યુદય મહાકાવ્ય (પ્રથમ ત્રણ સર્ગ), ભટ્ટારક સકલકીર્તિ સુભાષિતાવલી, મલ્લિભાચાર્યકૃત સજ્જનચિત્તવલ્લભ તથા સમન્તભદ્રાચાર્યવૃત જિનચતુર્વિશતિ (સ્વયંભૂોસ્તોત્ર આ છ ગ્રંથોનો મરાઠીમાં અનુવાદ થયો હતો. બાલચંદ કસ્તુરચંદ ગાંધી, ધારાશિવવાળાએ આ પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. નાના રામચંદ્ર નાગ
ફલટણના આ બ્રાહ્મણ વિદ્વાન બ્રહ્મચારી હીરાચંદ અમોલિકના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. સન ૧૮૯૫માં તેમણે હીરાચંદ વિરચિત પદોનો એક સંગ્રહ પ્રકાશિત કર્યો, તેમાં લગભગ ૧૦૦ પદો હિંદીના અને ૧૨ મરાઠીના છે.
૧. હિરાચબ્દ અમોલિક (૧૮૩૯-૧૮૯૨)એ નચરિત્ર, પંચપૂજા તથા જૈન રામાયણ આ પુસ્તકો
પણ લખ્યા હતા એવું વર્ણન મળે છે પરંતુ આ પુસ્તકો અમારા અવલોકનમાં નથી આવી શક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org