Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
વર્તમાનકાલીન મરાઠી જૈન સાહિત્યકાર તથા તેમની રચનાઓ
૨૩૭
તત્ત્વાર્થસૂત્ર (૧૯૦૫), પ્રતિક્રમણ (૧૯૧૩) તથા પાહુડ (૧૯૨૮) આ ગ્રંથોના અનુવાદ તથા ભારતી સચિત્ર બાલબોધ છાત્રોપયોગી પાઠ્ય પુસ્તકના બે ભાગ એ નાગ મહોદયના પ્રકાશિત પુસ્તકો છે. કલાપ્પા ભરમાપ્પા નિટવે
તેઓ કોલ્હાપુરના જૈનેન્દ્ર મુદ્રણાલયના સંચાલક હતા. સન ૧૮૯૮માં તેમણે જૈનબોધકનું સંપાદક પદ સ્વીકાર્યું તથા લગભગ ૧૮ વર્ષ સુધી આ માસિક પત્રના માધ્યમથી અનેક મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રંથોનો મરાઠી અનુવાદ પ્રકાશિત કર્યો. સમંતભદ્રાચાર્યકૃત આપ્તમીમાંસા, કુંદકુંદાચાર્યકૃત પંચાસ્તિકાય તથા રયણસાર, અમિતગતિ આચાર્યશ્રત શ્રાવકાચાર, સોમસેન ભટ્ટારકકૃત સૈવર્ણિકાચાર, અજ્ઞાતકર્તક સમ્યક્તકૌમુદી, પંડિત આશાબરકૃત સાગારધર્મામૃત તથા જિનસેનાચાર્યકૃત મહાપુરાણ એટલા તેઓ દ્વારા રૂપાંતરિત ગ્રંથો છે. શ્રાવકોના નિત્યકર્મ-પૂજા વગેરેનું વર્ણન ક્રિયામંજરી પુસ્તકમાં તેમણે સંકલિત કર્યું હતું. તાત્યા નેમિનાથ પાંગળ - તેઓ બાર્જીના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. તેમના પિતામહ અનંતરાજે મરાઠીમાં ઘણા ભક્તિપૂર્ણ પદોની રચના કરી હતી. રત્નત્રયમાર્ગપ્રદીપ (૧૯૦૫) પુસ્તકમાં તેમના પુત્રે આ પદો સંકલિત કર્યા હતા. તાત્યાસાહેબે પિતામહની આ પરંપરાને જાળવી રાખી. પંચકલ્યાણિક તથા સતી અનંતમતિ (૧૯૦૬) તેમની પ્રારંભિક કાવ્યરચનાઓ છે. કુંદકુંદાચાર્યચરિત્રમાં તેમણે ભગવાન મહાવીરના નિર્વાણ પછીની પાંચ શતાબ્દીઓના જૈન સમાજનો ઈતિહાસ સંકલિત કર્યો હતો (૧૯૦૭). વંદે જિનવરમ (પ્રારંભ ૧૯૦૮) માસિક પત્રનું સંપાદન તેમણે ઘણા વર્ષો સુધી કર્યું. સામાજિક પ્રગતિ અને ઐતિહાસિક જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી મહત્ત્વપૂર્ણ લેખો આ પત્રમાં પ્રકાશિત થયા હતા. તીર્થકરચરિત્ર (૧૯૦૯)માં ગુણભદ્રાચાર્યના ઉત્તરપુરાણનું સંક્ષિપ્ત રૂપાંતર તેઓએ પ્રસ્તુત કર્યું હતું. પૂનાની વસંત વ્યાખ્યાનમાળામાં આપેલા તેમના ભાષણનું “જૈન ધર્મ' નામક પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું (૧૯૨૧). આ જ પુસ્તકમાં લોકમાન્ય તિલકનું જૈન ધર્મ વિષયક ભાષણ પણ સંકલિત છે. જીવરાજ ગૌતમચંદ દોશી
સોલાપુરના દોશી પરિવારના સાહિત્યાનુરાગી શ્રીમંતોમાં શેઠ હીરાચંદની પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org