Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
સરળ-સુબોધ ભાષા અને ગાયન અનુકુળ શબ્દ યોજનાને કારણે મરાઠી જૈન સમાજમાં ખૂબ લોકપ્રિય થઈ છે.
દયાસાગાર (દ્વિતીય)
તેમની એકમાત્ર રચના હનુમાનપુરાણ શક ૧૭૩૫ (સન્ ૧૮૧૩)માં પૂર્ણ થઈ હતી. બ્રહ્મજિનદાસના હનુમંતરાસના આધારે આ સાત અધ્યાયોનું પુરાણ લખવામાં આવ્યું છે, એવુ પ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે. અંજના-પવનંજયના પ્રેમ અને વિરહની કથા તથા રામ-રાવણ યુદ્ધમાં વીર હનુમાનના પરાક્રમોનું કવિએ રોચક ભાષામાં વર્ણન કર્યું છે.
રત્નકીર્તિ
તેઓ કારંજાના ભટ્ટારક સિદ્ધસેનના શિષ્ય હતા. અમરાવતી નગરમાં સંવત્ ૧૮૬૯ (સન્ ૧૮૧૩)માં ૪૦ અધ્યાયોના વિસ્તૃત ઉપદેશરત્નમાલા ગ્રંથની રચના તેમણે કરી હતી. સકલભૂષણની સંસ્કૃત રચનાનું આ વિવિધ વૃત્તોમાં તથા વિવિધ દૃષ્ટાંતો દ્વારા સુશોભિત કરવામાં આવેલ મરાઠી રૂપાંતર છે. શ્રાવકોના છ કર્તવ્યો – દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાન નો ઉપદેશ આ ગ્રંથમાં વિસ્તૃત રૂપે મળે છે.
૩
૨૩૧
—
રત્નકીર્તિની બીજી વિસ્તૃત કૃતિ આરાધના કથાકોશ છે. નેમિદત્તની સંસ્કૃત રચનાનું આ રૂપાંતર ૫૨ અધ્યાયોમાં પૂર્ણ થયું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરનાર પુરાણપુરુષોની ૧૨૦ કથાઓ આમાં વર્ણિત છે. રત્નકીર્તિ તેના ૨૭ અધ્યાય લખી શક્યા. બાકી ભાગ તેમના શિષ્ય ચન્દ્રકીર્તિએ શક ૧૭૪૩ (સન્ ૧૮૨૧)માં ધારાશિવ (ઉસ્માનાબાદ)માં પૂર્ણ કર્યો હતો.
Jain Education International
૧. મહતિકાવ્યકુંજ નામે આ બધી રચનાઓનો સંગ્રહ વીરચંદ કોદરજી ગાંધી, ફલટણે સન્ ૧૯૩૫માં પ્રકાશિત કર્યો હતો. આની પહેલાં સન્ ૧૯૦૩માં જિનદાસ ચવડે, વર્ષા, સન્ ૧૯૨૨માં સખારામ નેમચંદ દોશી, સોલાપુર તથા સન્ ૧૯૨૮માં નાના રામચંદ નાગ, ફલટણે કેટલાક અભંગ તથા પદોના નાના પુસ્તકો તૈયાર કર્યાં હતા.
૨. પ્ર. જયચંદ્ર શ્રાવણે, વર્ષા, પ્રકાશનવર્ષ જાણી શકાયું નથી.
૩. ભટ્ટારક લક્ષ્મીસેનસ્વામી, કોલ્હાપુર, દ્વારા સન્ ૧૯૬૫માં પ્રકાશિત.
૪. અમરાવતીમાં આની હસ્તલિખિત પ્રત ઉપલબ્ધ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org