Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૨૯
સમ્માનિત શેઠ વરધાસાહજીએ સન્ ૧૭૮૮માં એક જિનમંદિરનું નિર્માણ કર્યું હતું. આ અવસર પર તેમની પ્રશંસામાં કવિએ આ સેટિમાહાભ્ય લખ્યું હતું. રાઘવની ત્રીજી રચના મુક્તાગિરિ-પાર્શ્વનાથ આરતીમાં ૧૭ કડવકો છે. ગુણકીર્તિકૃત ધર્મામૃતના કેટલાક પરિચ્છેદોનું પદ્યમય રૂપાંતર કરી રાઘવે પંચનમસ્કારસ્તુતિ અને આદિનાથ પંચકલ્યાણિક સ્તુતિ આ બે કવિતાઓની રચના કરી હતી. જિનસ્તુતિ, ગુરુસ્તુતિ અને વૈરાગ્ય-ઉપદેશના વિષયમાં તેમના ૨૫ ફુટ પદો પણ ઉપલબ્ધ છે. તેમણે પોતાનું નામ રઘુ અને રાઘવ લખ્યું છે. તેમની કવિતાઓમાં સિદ્ધસેના ઉપરાંત મહતિસાગર, પબકીર્તિ, વિશાલકીર્તિ, લક્ષ્મીસેન વગેરે સમકાલીન ધર્માચાર્યોના આદરપૂર્ણ ઉલ્લેખ છે. કવીન્દ્રસેવક
તેમની રચનાઓની એક હસ્તલિખિત પ્રત સન ૧૮૦૯માં લખેલી મળી છે, આથી તેમનો સમય આની પહેલાંનો છે પરંતુ કેટલો પહેલાંનો છે, તે માલુમ નથી થઈ શક્યું. તેમની મુખ્ય રચના સુમતિપ્રકાશમાં ૨૩૭૨ ઓવી છે. દિલ્લીદરબારમાં પછીથી વિજય પ્રાપ્ત કરનાર જૈન આચાર્યોની કથા આમાં વર્ણિત છે.* તેમના ૫૪૫ અભંગ પણ ઉપલબ્ધ છે. આ સ્કુટ રચનાઓમાં જિનસ્તુતિ, તીર્થવંદના, ગુરસ્તુતિ, ધર્મોપદેશ, દાંભિક વ્યવહારની આલોચના વગેરે વિવિધ વિષયોનું ભાવપૂર્ણ વર્ણન છે.
૧. ગુણવાણી માસિક, નાગપુર, ઓગસ્ટ ૧૯૫૮માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૨. અમારાતીર્થનંદનસંગ્રહ(પૃ. ૧૦૫)માં પ્રકાશિત (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, સન્ ૧૯૬૫). ૩. સન્મતિ, સપ્ટેમ્બર ૧૯૬૩માં અમે આનો કેટલોક ભાગ પ્રકાશિત કર્યો છે. ૪. પ્રા.મ., પૃષ્ઠ ૧૧૧. ૫. આ ઓવી ની જેવો મરાઠીમાં બહુપ્રચલિત છંદ છે, આમાં બે-બે અથવા ચાર-ચાર પંક્તિઓના
કેટલાક પડ્યો હોય છે, બે-બે પંક્તિઓના પદ્યોમાં અન્યયમકનો પ્રયોગ થાય છે, ચાર પંક્તિઓના પદ્યોમાં ફરી બીજી અને ત્રીજી પંક્તિમાં અન્યયમક થાય છે. “કવીન્દ્રસેવકાએ અભંગ' આ લગભગ ૨૦૦ અભંગોનું સંકલન શ્રી હીરાચંદ દોશી, શોલાપુરે ૧૯૨૨માં પ્રકાશિત કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org