Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૨૮
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
મહોત્સવનું વર્ણન ૧૮ કડવકોના પદ્માવતીપાલના નામક ગીતમાં મળે છે. આના રચયિતાએ પોતાના ગુરુનું નામ દેવેન્દ્રકીર્તિ બતાવ્યું છે પરંતુ સ્વયં પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી.' અનન્તકીર્તિ
તેઓ ચન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના દશલક્ષણવ્રતકથામાં ૧૮૮ ઓવી છે. જયસિંગપેઠમાં શક ૧૬૯૭ (સન્ ૧૭૭૫)માં તેની રચના થઈ હતી. ભાદ્રપદ શુક્લ પંચમીથી ચતુર્દશી સુધી ઉત્તમ ક્ષમા વગેરે દસ ધર્માગોની પૂજા કરવામાં આવે છે. આનું જ માહાભ્ય આ કથામાં વર્ણિત
છે.
જનાર્દન
તેઓ પણ ચન્દ્રકીર્તિના શિષ્ય હતા. વાસિમ પાસે શર્કરાગ્રામમાં શક ૧૯૯૭ (સન ૧૭૭૫)માં તેમણે શ્રેણિક્યરિત્રની રચના કરી. આ વિસ્તૃત ગ્રંથમાં ૪૦ અધ્યાયો છે. ગુણદાસના શ્રેણિકચરિત્રનું આ પરિવર્ધિત સંસ્કરણ કહી શકાય. નવરસપૂર્ણ કથા લખવાનો સંકલ્પ જનાર્દને કર્યો હતો અને તે ઘણી હદ સુધી પોતાના પ્રયાસમાં સફળ રહ્યા છે. મરાઠી જૈન સાહિત્યમાં કાવ્ય-ગુણોની દષ્ટિએ તેમની રચના ઘણા ઊંચા સ્તરની છે. ભીમચન્દ્ર
તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના ગુરુ-આરતીમાં ૬ કડવકો છે. કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિની પ્રશંસા આ આરતીમાં કરવામાં આવી છે. ભીમચન્દ્રના હાથે સંવત ૧૮૩૭ (સન્ ૧૭૮૦)ની લખેલી એક પોથી ઉપલબ્ધ છે, આની જ આસપાસ તેમનો સમય સમજવો જોઈએ.’ રાઘવ
તેમણે કારંજાના ભટ્ટારક સિદ્ધસેનની સ્તુતિ લખી છે. તેમાં ૬ પડ્યો છે. તેમની બીજી રચના સેટિમાહાભ્યમાં ૧૧ કડવકો છે. નાગપુરના ભોસલે-રાજદરબારમાં
૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૧૨. ૨. પ્રા. મ., પૃષ્ઠ ૯૩. ૩. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૦૪. ૪. પ્રા.મ., પૃષ્ઠ ૯૬. ૫. આનો કેટલોક ભાગ અમારા “ભટ્ટારકસંપ્રદાય” (પૃષ્ઠ ૨૭)માં પ્રકાશિત છે (જીવરાજ ગ્રંથમાલા,
શોલાપુર ૧૯૫૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org