Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૧૧
આમાં વર્ણિત છે. કામરાજની બીજી રચના ચૈતન્યફાગમાં ૧૪ પદ્યો છે. આ ગીતમાં શરીરરૂપી પિંજરામાં બંદી ચૈતન્યરૂપી રાધો (પોપટ)ને મુક્તિનો માર્ગ બતાવવામાં આવ્યો છે. તેમની ત્રીજી રચના ધર્મફાગ છે. તેમાં ૧૩ પદ્યોમાં ધર્મથી પ્રાપ્ત થનાર સુખોનું વર્ણન છે. સૂરિજન
તેઓ પણ બ્રહ્મશાંતિદાસના શિષ્ય હતા. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના પરમહંસ કથા છે. તે ગદ્ય-પદ્યમય મિશ્ર રચના છે તથા લગભગ એક હજાર શ્લોકો જેટલો તેનો વિસ્તાર છે. તે રૂપક કથા છે – પરમહંસ (આત્મા) રાજા, ચેતના રાણી, રાજપુત્ર મન, સાવકી મા માયા, શત્રુ મોહ એવા રૂપકો દ્વારા આત્માની મુક્તિ-પ્રાપ્તિની કથા આમાં વર્ણિત છે. સૂરિજને અંતિમ પ્રશસ્તિમાં સમકાલીન ભટ્ટારક જ્ઞાનભૂષણ નો પણ ઉલ્લેખ કર્યો છે. નાગો આયા
તેઓ કારંજાના ભટ્ટારક માણિકસેનના શિષ્ય હતા. તેમનો સમય સન્ ૧૫૪૦ની આસપાસનો છે. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના યશોધરચરિત્રમાં ૫ અધ્યાય અને ૨૯૨ ઓવી છે.* વાદિરાજના સંસ્કૃત ગ્રંથના આધારે આ કાવ્ય લખવામાં આવ્યું છે. આની રચના વૈરાટ દેશના કોટ નગર (સંભવિત વર્તમાન આકોટ, જિ. અકોલા)ના આદિનાથ મંદિરમાં થઈ હતી. ગુણનંદિ
તેઓ કારંજાના ભટ્ટારક ધર્મભૂષણના શિષ્ય હતા. આથી તેમનો સમય સન્
૧. સન્મતિ, નવેમ્બર ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૨. સ્વાધ્યાય રૈમાસિક, ઓગસ્ટ ૧૯૬૫માં શ્રી અગરચંદ નાહટા દ્વારા લિખિત કામરાજુ રચિત
મરાઠી ફાગુકાવ્ય શીર્ષક લેખમાં ચૈતન્યફાગ અને ધર્મફાગ છપાયાં છે. ૩. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૦, સં. સુભાષચંદ્ર અક્કોલે. ૪. જ્ઞાનભૂષણની પ્રશંસા સહિત મરાઠીમાં લિખિત એક આરતી અમારા સંગ્રહમાં છે. આમાં ૪ .
કડવકો છે, પરંતુ લેખકનું નામ મળતું નથી. ૫. મેઘરાજ કૃત જસોધરરાસના પરિશિષ્ટમાં પ્રકાશિત (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૫૯),
સં. વિ. જોહરાપુરકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org