Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૧૮
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
ગંગાદાસ
--
તેઓ મૂળ ગુજરાતી હતા અને કારંજાના ભટ્ટારક ધર્મચંદ્રના શિષ્ય હતા. ગુરુની આજ્ઞાથી મરાઠીમાં પણ કેટલીક રચનાઓ તેમણે લખી. તેમાં સહુથી મોટું પાર્શ્વનાથભવાન્તરગીત છે જેને કવિએ ડફગાન કહ્યું છે - ડફ નામક વાઘની સંગત સાથે તે ગાવામાં આવતું હતું. એમાં ૪૭ કડવકોમાં ભગવાન પાર્શ્વનાથના નવ પૂર્વજન્મોનું વર્ણન છે. તેની રચના શક ૧૬૧૨ (સન્ ૧૬૯૦)માં થઈ હતી. ગંગાદાસની બીજી રચના ચક્રવર્તી-પાલના ૨૧ કડવકોની છે. આમાં ભરત ચક્રવર્તીનું શિશુ અવસ્થામાં ઝૂલામાં ઝૂલવાનું મધુર વર્ણન છે. નેમિનાથ આરતી (૪ કડવક)॰ તથા શ્રીપુર-પાર્શ્વનાથ આરતી (૫ કડવક) આ ગંગાદાસની અન્ય મરાઠી રચનાઓ છે. ગુજરાતીમાં રવિવ્રતકથા, ત્રેપનક્રિયા વિનતી અને જટામુકુટ તથા સંસ્કૃતમાં પંચમેરુપૂજા, ક્ષેત્રપાલપૂજા, સંમેદાચલપૂજા તથા તુંગીબલભદ્રપૂજા આ તેમની અન્ય રચનાઓ ઉપલબ્ધ છે.
૨
હેમકીર્તિ
તેઓ લાતૂરના ભટ્ટારક વિદ્યાભૂષણના પટ્ટશિષ્ય હતા. તેમના દ્વારા સન્ ૧૬૯૬થી ૧૭૩૧ સુધી સ્થાપિત પાંચ મૂર્તિઓ અને યંત્ર નાગપુર અને સિંદી (વર્ષા)ના મંદિરોમાં ઉપલબ્ધ છે. મરાઠીમાં તેમની ચાર નાની રચનાઓ ઉપલબ્ધ છે. તેમાં અરહંતપૂજા (૯ પદ્ય) અને બારસભા આરતી (૩ પદ્ય) પ્રકાશિત થઈ ચૂકી છે તથા દશલક્ષણધર્મઆરતી (૪ પદ્ય) તથા તીર્થવંદના (૧૯ પદ્ય) અપ્રકાશિત છે. તેમણે ગુજરાતીમાં અરહંતપૂજા તથા સંસ્કૃતમાં પાર્શ્વનાથસ્તોત્ર તથા પદ્માવતીસ્તોત્રની પણ રચના કરી હતી.
૧. પ્રા. મ., પૃષ્ઠ ૬૮.
૨. જૈની પાલને (પ્ર.જિનદાસ ચવડે, વર્ષા, ૧૯૧૦)માં પ્રકાશિત.
૩. આરતી સંગ્રહ (પ્ર. જિનદાસ ચવડે, વર્ષા, ૧૯૨૬)માં પ્રકાશિત.
૪. આરતી સંગ્રહ (પ્ર. જિનદાસ ચવડે, વર્ષા, ૧૯૦૪)માં પ્રકાશિત.
૫. પહેલી કૃતિ જિનેન્દ્રમંગલઆરાધના (પ્ર. જયકુમાર દૌડલ, હિંગોલી, સન્ ૧૯૫૬)માં તથા બીજી આરતી સંગ્રહ (પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, સન્ ૧૯૦૪)માં પ્રકાશિત થઈ હતી.
૬. હસ્તલિખિત અમારા સંગ્રહમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org