Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૨૩
વાત એ છે કે આના રચયિતા અંધ હતા એવું તેના પ્રશસ્તિશ્લોકોથી જ્ઞાત થાય
છે.
માણિકનંદિ
તેઓ કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમની પાંચ નાની રચનાઓ ઉપલબ્ધ છે. ગુરુ-આરતીમાં ૪, ચન્દ્રનાથ-આરતીમાં ૫, શીતલનાથ આરતી (આને સમવસરણ આરતી પણ કહેવામાં આવી છે)માં ૪ તથા અનંતનાથ આરતીમાં ૫ કડવક છે. અનંતનાથ આરતીમાં રચનાકાળ શક ૧૬૪૬ બતાવવામાં આવ્યો છે. માસિકનંદીની પાંચમી રચના ઋષભપૂજામાં ૯ પદ્યો છે. જિનસાગર
તેઓ પણ કારંજાના ભટ્ટારક દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. તેમનું પહેલું નામ જિનદાસ હતું. ગુરુ સાથે તેમણે ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી. મરાઠીમાં તેમની ૨૬ રચનાઓ પ્રાપ્ત છે. તેમાં સહુથી મોટી રચના જીવંધરપુરાણમાં ૧૦ અધ્યાય અને ૧પ૩૦ ઓવી છે. ઉત્તરપુરાણ અને જીવંધરરાસના આધારે તેની રચના શક ૧૬પ૬માં થઈ હતી. રાજદ્રોહી મંત્રી કાઠાંગાર દ્વારા જીવંધરના પિતાની હત્યા, નિર્વાસિત સ્થિતિમાં વીતેલ તેનું બાળપણ, વિદ્યાધ્યયન, સાહસપૂર્ણ યાત્રાઓ, આઠ વિવાહ, રાજયપ્રાપ્તિ, વૈરાગ્ય, તપસ્યા અને મુક્તિના પ્રસંગો જિનસાગરે સરસ ભાષામાં અંકિત કર્યા છે. આદિત્યવ્રત, અનંતવ્રત, પુષ્પાંજલિવ્રત, નિર્દોષસપ્તમીવ્રત, કલશદશમીવ્રત તથા સુગંધદશમીવ્રતની કથાઓ જિનસાગરે લખી
૧. પ્ર.મ., પૃષ્ઠ ૮૧. ૨. જિનદાસ ચવડે, વર્ધા દ્વારા ૧૯૦૪માં પ્રકાશિત આરતીસંગ્રહમાં ગુરુ આરતી પ્રકાશિત છે,
તેમના જ ૧૯૨૫ના આરતીસંગ્રહમાં બાકી ત્રણ આરતીઓ પ્રકાશિત છે. ઋષભપૂજ અમારા
હસ્તલિખિત સંગ્રહમાં છે. ૩. “જિનસાગરકી સમગ્ર કવિતા' આ સંકલન અમે સંપાદિત કર્યું હતું જે જીવરાજ ગ્રંથમાલા,
શોલાપુર દ્વારા ૧૯૫૯માં પ્રકાશિત થયું છે. અન્યત્ર પ્રકાશિત રચનાઓની સૂચના આગળ આપવામાં આવી છે... જિનદાસ ચડે, વર્ધા દ્વારા સન્ ૧૯૦૪માં આ પ્રકાશિત થયું હતું. આમાં રચના વર્ષભૂલથી શકતા ૧૬૬૬ છપાયું છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org