Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
છે. તેમાં આદિત્ય, અનંત નિર્દોષસપ્તમી અને સુગંધદસમીની કથાઓ પહેલાં પણ કવિઓએ મરાઠીમાં લખી હતી, તે ઉપર લખાઈ ચૂક્યું છે. આ પૂર્વવર્તી રચનાઓ ઓવી છંદમાં તથા સરળ ભાષામાં છે. જિનસાગરની કથાઓ વિવિધ વૃત્તોમાં અને પ્રૌઢ અલંકારયુક્ત ભાષામાં છે આથી તેમનો અધિક પ્રસાર થયો છે. શક ૧૬૪૬માં રચિત આદિત્યવ્રતકથામાં ૪૬ પદ્યો છે. શિડ ગ્રામ (જિ. પરભણી)માં શક ૧૬૫૩માં રિચત અનંતવ્રતકથામાં ૭૩ પદ્યો છે. નિર્દોષસપ્તમીકથામાં ૧૧૩ અને સુગંધદસમીકથામાં ૧૩૬ પદ્યો છે. પુષ્પાંજલિવ્રતકથામા ૧૦૨ પઘો છે. આ વ્રત ભાદ્રપદ શુક્લ પંચમીથી નવમી સુધી થતું હતું તથા તેમાં પંચમેરુસ્થિત જિનબિંબોની પૂજા થતી હતી. કલશદસમીવ્રત શ્રાવણ શુક્લ દસમીએ થતું હતું, તેની કથામાં ૪૯ પઘો છે. જિનસાગરની ત્રણ અન્ય કથાઓ પણ મળે છે. શક ૧૬૪૯માં કારંજામાં રચિત જિનકથા (તેને જિનાગમકથા કે જંબુદ્વીપકથા પણ કહેવામાં આવી છે)માં ૨૧૨ ઓવી છે. તેમાં છ કાળ, ચોવીસ તીર્થંકર અને બાર અંગ ગ્રંથોનું સંક્ષિપ્ત વિવરણ આપવામાં આવ્યું છે. લહુ-અંકુશ કથા શિરડ ગ્રામમાં શક ૧૬૫૩માં લખવામાં આવી હતી. તેના ૭૯ પદ્યોમાં સીતાનું નિર્વાસન, લવ-કુશનો જન્મ, તેમનું બાળપણ, રામ સાથે યુદ્ધ અને અંતે તપસ્યા અને નિર્વાણનો કથાભાગ વર્ણિત છે. શિરડમાં જ શક ૧૯૫૨માં રચિત પદ્માવતીકથામાં ૬૫ પદ્ય છે. મથુરાના ઉગ્રવંશીય રાજકુમાર જિનદત્ત દ્વારા કર્ણાટકના હુમચ નગર અને ત્યાંના પદ્માવતીમંદિરની સ્થાપનાની કથા તેમાં વર્ણિત છે. જિનસાંગરની અન્ય રચનાઓની પઘસંખ્યા આ મુજબ છે (વિષય તેમના નામોથી જ સ્પષ્ટ છે)– ભક્તામરસ્તોત્ર (માનતુંગકૃત સંસ્કૃત સ્તોત્રનો સમવૃત્ત અનુવાદ) ૫૦, આદિનાથ સ્તોત્ર ૧૦, શાંતિનાથસ્તોત્ર ૧૦, પાર્શ્વનાથસ્તોત્ર ૧૮, વીતરાગસ્તોત્ર ૨૯, પદ્માવતીસ્તોત્ર ૧૪, ક્ષેત્રપાલસ્તોત્ર ૯, શાંતિનાથ આરતી ૩, મહાવીર આરતી ૫, સરસ્વતી આરતી ૫, પદ્માવતી આરતી (બે સંસ્કરણ) ૪ અને ૫, દસલક્ષણધર્મ આરતી (બે સંસ્કરણ) ૬ અને ૭, જ્યેષ્ઠ જિનવરપૂજા ૧૬ તથા કયકો ૧૪ (આ ગીતમાં પદ્માવતીદેવી પંચમકાલ અને ષષ્ઠકાલનું ભવિષ્ય બતાવે છે એવી કલ્પના છે). સંસ્કૃતમાં પંચમેરુપૂજા, નંદીશ્વરપૂજા અને નવગ્રહપૂજા તથા હિંદીમાં દશલક્ષણધર્મ
૨૨૪
૧. સુગંધદશમી કથાની ૭૩ ચિત્રોથી યુક્ત એક પ્રત અન્ય ચાર ભાષાઓમાં રચિત આ જ કથા સાથે ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી દ્વારા સન્ ૧૯૬૬માં ડૉ. હીરાલાલ જૈનના સંપાદનમાં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org