Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૧૯
મકરંદ
તેઓ ભ. હેમકીર્તિના શિષ્ય હતા, આથી તેમનો સમય પણ સન્ ૧૬૬૯થી ૧૭૩૧ની આસપાસ સમજવો જોઈએ. તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના રામટેક છંદમાં ૧૬ પદ્ય છે. નાગપુરથી ૩૦ માઈલ ઉત્તરપૂર્વમાં રામટેક નગર છે, ત્યાંના ભગવાન શાંતિનાથના મહિમાનું વર્ણન આ ગીતમાં છે. મંદિરના પ્રાકાર વગેરેના નિર્માણમાં ભાગ લેનાર શ્રીમાન લેકરસંગવી અને લાડ ગાડાનકારીનો આમાં ઉલ્લેખ છે. નજીકના હિંદુ મંદિરોનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે. મહીચંદ્ર
તેઓ લાતૂરના ભટ્ટારક વિશાલકીર્તિના પટ્ટશિષ્ય હતા. મરાઠીમાં તેમની અગિયાર રચનાઓ ઉપલબ્ધ છે. તેમાં સહુથી મોટી રચના આદિનાથપુરાણ શક ૧૬૧૮ (સન્ ૧૬૯૬)માં આશાપુરમાં પૂર્ણ થઈ હતી. આમાં ૧૫ અધ્યાય અને ૩૨૫૩ ઓવી છે. બ્રહ્મજિનદાસના આદિનાથરાસ પર આધારિત આ પુરાણમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની કથા પૂર્વજન્મોના વર્ણનની સાથે વિસ્તારથી કહેવામાં આવી છે.
મહીચંદ્રની બીજી મોટી રચના સમ્યક્તકૌમુદી માં ૧૩ અધ્યાય અને ૧૬૮૧ ઓવી છે. આની કથાઓ દયાસાગરની સમ્યક્તકૌમુદીની જેવી જ છે. તેમની નાની રચનાઓનું વિવરણ આ મુજબ છે – નંદીશ્વવ્રતકથામાં ૧૫૦ ઓવી છે. અષાઢ, કારતક અને ફાગણમાં શુક્લ અષ્ટમીથી પૂર્ણિમા સુધી અષ્ટાદ્વિકા ઉત્સવ ઉજવવામાં આવતો હતો જેમાં નંદીશ્વર દ્વીપના જિનમંદિરોની પૂજા થતી હતી. આ જ વ્રતના પાલનનો મહિમા આ કથામાં વર્ણિત છે. આને અઢાઈવ્રતકથા પણ કહેવામાં આવી છે. ગરુડપંચમીવ્રતકથા માં ૯૧ ઓવી છે. શ્રાવણ શુક્લ પંચમી
૧. તીર્થનંદન સંગ્રહ (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૫)માં પ્રકાશિત (પૃષ્ઠ ૯૭-૯૯) સં.
વિ. જોહરાપુરકર. ૨. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૦૧. ૩. પ્રા. મ., પૃષ્ઠ ૬૯, આગળની રચનાઓનો પરિચય પણ આ જ સ્થાને મળી શકે છે. ૪. કોંડાલી (જિ. નાગપુર)માં ઉપલબ્ધ પોથીમાં આનો રચનાકાળ શક ૧૬૦૭ બતાવવામાં આવ્યો
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org