Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૧૪
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
ભાનુકીર્તિ
તેઓ ઔરંગાબાદ પીઠના ભટ્ટારક પાસકીર્તિ (જેમનો પરિચય ઉપર આવી ચૂક્યો છે) પછી ભટ્ટારક થયા હતા. કારંજાના ભ. ધર્મભૂષણે તેમને આ પદ પર પ્રતિષ્ઠિત કર્યા હતા. ધર્મભૂષણની જ્ઞાત તિથિઓ સન્ ૧૬૫૦થી ૧૬૭૫ સુધી છે, આની જ આસપાસ ભાનુકીર્તિનો સમય સમજવો જોઈએ. દામા પંડિતની દાનશીલતપભાવનાનો અંતિમ અંશ તેમણે પૂર્ણ કર્યો હતો, તેમના ચાર પદ પણ ઉપલબ્ધ છે જેમની પદ્યસંખ્યા ૪, ૫, ૭ અને ૧૪ છે. પહેલાં પદમાં પાર્શ્વનાથની સ્તુતિ છે, બીજામાં આત્માનુભવના આનંદની ચર્ચા છે, ત્રીજા અને ચોથા વૈરાગ્યના ઉપદેશ માટે છે. દયાસાગર (દયાભૂષણ)
તેઓ ઉપર્યુક્ત ભાનુકીર્તિ પછી ભટ્ટારક થયા હતા. દયાસાગર તેમનું પહેલું નામ હતું અને દયાભૂષણ ભટ્ટારકપદ પ્રાપ્ત થતી વખતે રાખવામાં આવેલ નામ હતું. તેમનો જન્મ સોહેરવાલ જાતિમાં થયો હતો. તેમના ત્રણ ગ્રંથ ઉપલબ્ધ છે. ધર્મામૃતપુરાણ માં દસ અધ્યાય છે. સમ્યગ્દર્શનના આઠ અંગોના પાલન માટે પ્રસિદ્ધ અંજનચોર, અનંતમતી વગેરેની કથાઓનો આ સરસ સંગ્રહ છે. ભવિષ્યદત્તબંધુદત્ત પુરાણમાં પણ ૧૦ અધ્યાય છે. દ્વીપાંતરોની યાત્રા કરનારા સાહસિક વેપારી ભવિષ્યદત્ત અને તેના લોભી સાથી બંધુદત્તની મનોરંજક કથા આમાં વર્ણિત છે. સમ્યક્તકૌમુદી માં ૧૧ અધ્યાય અને ૨૩૮૦ ઓવી છે. શેઠ વૃષભદાસ અને તેમની આઠ પત્નીઓને સમ્યક્ત પ્રાપ્તિ થવાના નિમિત્તભૂત અદ્દભુત કથાઓનો આ સંગ્રહ છે. કવિએ ભવિષ્યદત્તની કથા રાસ ભાષા (ગુજરાતી)ના ગ્રંથના આધારે તથા બાકી બે ગ્રંથ સંસ્કૃત ગ્રંથોના આધાર પર લખ્યા છે. ચિમના પંડિત
તેમણે કારંજાના ભ. ધર્મભૂષણ તથા લાતૂરના ભ. અજિતકીર્તિનો ગુરુ રૂપે ઉલ્લેખ કર્યો છે. આથી તેમનો સમય સન્ ૧૬૫૦થી ૧૬૭૫ની આસપાસ નિશ્ચિત
૧. પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૦૭. ૨. પ્રા.મ., પૃષ્ઠ પર. ૩. પ્ર. જિનદાસ ચવડે, વધુ, ૧૯૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org