Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨ ૧૫
થાય છે. તે પૈઠન નગરમાં રહેતા હતા. તેમની ૨૦ રચનાઓ મરાઠીમાં ઉપલબ્ધ છે. તીર્થગંદનામાં ૩૬ શ્લોક છે તથા નિર્વાણકાંડમાં વર્ણિત તીર્થો અને કેટલાક અન્ય તીર્થોનું સંક્ષિપ્ત વર્ણન છે. કચનેર ગ્રામ (ઔરંગાબાદની પાસે)ના મંદિરના મૂલ નાયક પાર્શ્વનાથની આરતીમાં ૫ પદ્યો છે. ભૂપાલીમાં ૭ પદ્યો છે, તે પ્રાતઃકાલમાં જિનનામસ્મરણ કરવા માટે લખવામાં આવેલ ગીત છે. કારંજાના મંદિરના મૂલનાયક ચન્દ્રપ્રભની આરતીમાં ૫ પદ્યો છે. ત્રિકાલ તીર્થંકર પૂજામાં ૯ પદ્યો છે, ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળમાં થનાર તીર્થકરોની આ પૂજા છે. નેમિનાથ-પાલના ૧૮ પદ્યોનું ગીત છે, જેમાં બાળક નેમિનાથ ઝૂલામાં ઝૂલવાનું વર્ણન છે. ગુરુગીતમાં કારંજાના ભ. ધર્મભૂષણની સ્તુતિ છે. જિનમાતાના ૧૬ સ્વપ્રોનું વર્ણન ૬ પદ્યોના ગીતમાં છે. નેમિનાથ ભવાંતર ૧૧ પદ્યોનું ગીત છે, જેમાં માતા શિવાદેવી અને નેમિનાથના સંવાદ રૂપે તેમના પૂર્વજન્મોનું સંક્ષિપ્ત વર્ણન છે. ગોમ્યુટસ્વામી સ્તોત્રના ૬ શ્લોકોમાં શ્રવણબેલગોલના ભ. બાહુબલીની સ્તુતિ છે. બાળક-છાટી ૧૧ પદ્યોનું ગીત છે, બાલરક્ષા માટે પ્રાર્થનાનું આ ગીત છે. આદિનાથ-આરતીમાં ૬ પદ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રચલિત કેટલીક રમતોમાં બાળક-બાળિકાઓ નાચતા નાચતા ગીત ગાય છે, આવા કેટલાક ગીતો પણ ચિમના પંડિતે લખ્યા છે. તેમનાં નામ અને પદ્ય સંખ્યા આ મુજબ છે-ફુગડી ૩, ઝંપા ૫, પિંગા ૪, લયલાખોટા ૫, ચેડૂહલી ૧૧ ટિપરી (બે ગીત) ૪ અને ૬. આ ગીતોના માધ્યમથી રમતોમાં પણ ધાર્મિક ભાવનાઓનો સમાવેશ કરવામાં આવ્યો
ચિમના પંડિતની સહુથી મોટી રચના અનન્તવ્રતકથામાં ૫૮ કડવક છે. ગીત રૂપે આમાં અનન્તવ્રતપાલના ફળની કથાનું વર્ણન છે. આની પ્રશસ્તિમાં પઠન નગરનો અને ગુરુ અજિતકીર્તિનો ઉલ્લેખ છે. પૈઠનના મુનિસુવ્રતની વિનતી નામક ચિમના પંડિતની ગુજરાતી રચના પણ ઉપલબ્ધ છે.*
૧. તીર્થવંદના અને પાર્શ્વનાથ આરતી અમારા તીર્થનંદન સંગ્રહ (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર,
૧૯૬૫)માં પ્રકાશિત થઈ છે. ૨. જિનેન્દ્રમંગલ આરાધના (અ.જયકુમાર દોડલ, હિંગોલી, ૧૯૫૬)માં આ ત્રણ રચનાઓ પ્રકાશિત
૩. જૈની પાલને (પ્ર. જિનદાસ ચવડે, વર્ધા, ૧૯૧૦)માં પ્રકાશિત. ૪. ગુરુગીત અને આગળની રચનાઓ માટે જુઓ પ્રા. મ., પૃષ્ઠ ૫૬-૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org