Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન સાહિત્ય
૨૧૩
પૂર્ણ થઈ હતી. કામરાજના સુદર્શનચરિત્રનું આ વિસ્તૃત સંસ્કરણ કહી શકાય. આ વિસ્તાર મુખ્યત્વે શ્રાવકધર્મના વિસ્તૃત વિવરણને કારણે થયો છે. વીરદાસની અન્ય રચનાઓનો પરિચય આ મુજબ છે – નવકારમંત્રપ્રકૃતિમાં ૨૨ ઓવી છે તથા નમસ્કાર મંત્રનું મહત્ત્વ બતાવ્યું છે; બહુતરીમાં નામ અનુસાર ૭૨ ઓવી છે તથા પ્રત્યેક ઓવીનો પ્રારંભનો અક્ષર વર્ણમાલાના ક્રમથી રાખવામાં આવ્યો છે, આમાં વિવિધ ધાર્મિક વિચારોનો સંગ્રહ છે; નેમિનાથ વહાડ ૪૦ પદ્યાનું ગીત છે, જેમાં નેમિનાથના અપૂર્વ વિવાહ સમારોહનું વર્ણન છે. દામા પંડિત
તેઓ દયાસાગરના શિષ્ય હતા. તેમનો સમય સત્તરમી શતાબ્દીના ઉત્તરાર્ધ છે. તેમની બે રચનાઓ ઉપલબ્ધ છે. જંબુસ્વામીચરિત્રમાં ૧૬ અધ્યાય અને ૧૯૧૫ આવી છે. ભગવાન મહાવીર પછીની આચાર્યપરંપરાના ત્રીજા આચાર્ય તથા અંતિમ કેવલજ્ઞાની રૂપે પ્રસિદ્ધ જંબૂસ્વામીની કથા આમાં વણિત છે. તરુણ અવસ્થામાં તેમનો વૈરાગ્ય, આઠ પત્નીઓને સંસારની અસારતા સમજાવવા માટે કહેવામાં આવેલી કથાઓ, દીક્ષા અને તપસ્યાનું કવિએ સરસ વર્ણન કર્યું છે. આ ગ્રંથનું એક પરિવર્ધિત સંસ્કરણ રત્નસાએ પચાસ વર્ષ પછી તૈયાર કર્યું હતું. દામાં પંડિતની બીજી રચના દાનશીલતપભાવનામાં ૪૬૮ ઓવી છે. આમાં ભગવાન મહાવીરના સમવસરણમાં દાન, શીલ, તપ અને ભાવ પોતપોતાની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. દામા પંડિતે આની ૨૮૫ ઓવી સુધી રચના કરી હતી, બાકી ભાગ ભાનુકીર્તિએ પૂર્ણ કર્યો.
૧. પ્રા. મ. પૃષ્ઠ ૪૪-૪૬. ૨. સન્મતિ, નવેમ્બર ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૩. સન્મતિ, જૂન ૧૯૬૦માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૪. ઉમરમાં દયાસાગર દામા પંડિતથી ઘણા નાના હશે કેમકે દામા પંડિતની દાનશીલતપભાવના પૂર્ણ
કરનાર ભાનુકીર્તિ પછી તેમને ભટ્ટારક પદ મળ્યું હતું જે આગળ આપેલ ભાનુકીર્તિ અને
દયાસાગરના પરિચયથી સ્પષ્ટ થશે. ૫. પ્રતિષ્ઠાન માસિક, ઔરંગાબાદ, મે ૧૯૬૦માં આનો પરિચય અમે આપ્યો હતો. ૬. પ્રા. મ., પૃષ્ઠ ૫૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org