Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
વિકાસ આચાર્ય અમિતસાગર દ્વારા થયો. છતાંપણ ‘તોલકાપ્પિયમ્’થી ભિન્ન કે વિરુદ્ધ વાતો પણ તેમના ગ્રંથોમાં મળે છે. પરંતુ, આ પરંપરામાં આચાર્ય ઈળપૂરણ સર્વપ્રથમ ‘તોલકાપ્પિયમ્’ના અસ્તગામી વિધિ-નિયમોનું સમર્થન તથા પ્રચાર પોતાની સુપ્રસિદ્ધ વ્યાખ્યા દ્વારા કર્યો. આ જ કારણે તેમને ‘ઉરૈયાશિરિયર’ (વ્યાખ્યાના આચાર્ય)ની ગૌરવપૂર્ણ ઉપાધિ પ્રાપ્ત થઈ. પ્રારંભિક પ્રશસ્તિમાં નિર્દિષ્ટ છે કે તેઓ મણક્ષુડિના નિવાસી હતા અને તેમના પિતાનું નામ ઇળમ્પૂતિ હતું. યિલૈનાથરે તેમને સંન્યાસી કહ્યા છે. તેઓ જૈનધર્મ પ્રેમી હતા. તેમના જ માર્ગદર્શનમાં ‘તોલકાપ્પિયમ્'નું અનુસંધાનપૂર્વક વિવેચન થયું. આચાર્ય ઇળમ્પૂરણર્નો સમય અગિયારમી સદી માની શકાય.
૧૯૪
'
નેમિનાથર્
તિમલમાં ‘શોધિકારમ્' (શબ્દાધિકરણ) જ ઇલક્કણમ્ (વ્યાકરણ) નામે પ્રચલિત થવા લાગ્યું. ઈ. બારમી સદીમાં ‘તોલકાપ્પિયમ્’ના ‘શોલ્-અધિકારમ્'ને ગુણવીર પંડિતે ‘વે-પા’ છંદમાં સંગૃહીત કર્યો અને પોતાના એ લઘુ લક્ષણગ્રંથનું નામ રાખ્યું ‘નેમિનાથપ્’. આ જ કારણે, ગ્રંથકર્તાનું નામ જ નેમિનાથર્ પડી ગયું અને તેમને જ ‘પેરાશિરિયર’ (મહાચાર્ય) કહ્યા. ‘તામિલ નાવલર રિતે’ (તામિલ કવિઓનું ચિરત)માં આની ચર્ચા છે અને તેમાં બતાવ્યું છે કે આચાર્ય નેમિનાથર્ કવિવર ઓટ્ટત્તરના સમકાલીન હતા. તામિલ છંદો અને પદ્યોના વિષયમાં નેમિનાથરે ‘વચ્ચણન્દિ માલૈ' નામક ગ્રંથ લખ્યો છે. તેની ટિપ્પણીથી જાણી શકાય છે કે ત્રિભુવન દેવના સમયે તે ગ્રંથનું પ્રણયન થયું. બારમી સદીના ઉત્તર ભાગમાં શાસન કરનાર ચોલ રાજા કુલોત્તુંગ (તૃતીય) જ ત્રિભુવનદેવ છે. ગુણવીર પંડિત (નેમિનાથ)ના આચાર્યનું નામ હતું વચ્ચણંદી (વજનંદી) અને નેમિનાથર્ના ગ્રંથારંભમાં અર્હત્ ભગવાનની વંદના કરી છે. આથી આચાર્ય નેમિનાથનુઁ જૈન માનવામાં કોઈ આપત્તિ નથી. ‘વચ્ચણંદિમાલૈ’નો મૂલગ્રંથ ‘ઇન્દિરકાલીયમ્’ માનવામાં આવ્યો છે. શક્ય છે કે આ પણ કોઈ જૈન પંડિતની રચના હોય.
અડિયાક્કું નલ્લાર
તામિલ મહાકાવ્ય ‘શિલપ્પધિકારમ્’ના વ્યાખ્યાકાર હોવાનું ગૌરવ પંડિતવર અડિયાક્કું નલ્લારને પ્રાપ્ત થયું છે. તેમની વ્યાખ્યાની પહેલાં ‘અરૂમ્મદ ઉરૈ’ (વિશિષ્ટ કે કઠિન શબ્દોની વ્યાખ્યા) નામક એક ટિપ્પણ પ્રચલિત હતું, જે ઉપલબ્ધ છે. કોંકુવેત્ વિજયમંગલની નજીકના ‘નિમ્મે’ નામક સ્થાનમાં તેમનો જન્મ થયો. પોપ્પણ ગાંગેય તેમના અભિભાવક હતા, જે રાજા કે સામંત હતા. રામાનુજાચાર્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org