Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રારંભિક તથા મધ્યયુગીન મરાઠી જૈન
સાહિત્યકારો તથા તેમની રચનાઓ ગુણદાસ
હજી સુધી જ્ઞાત મરાઠી જૈન લેખકોમાં ગુણદાસ સર્વપ્રથમ છે. તે ઈડરના ભટ્ટારક સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસના શિષ્ય હતા. જિનદાસના રામાયણરાસ (સંવત ૧૫૦૮) અને હરિવંશરાસ (સંવત ૧૫૨૦)ની પ્રશસ્તિઓમાં ગુણદાસનો ઉલ્લેખ છે. આનાથી તેમના સાહિત્યિક જીવનનો આરંભ સન્ ૧૪૫૦ની આસપાસનો સ્પષ્ટ થાય છે. મરાઠીમાં તેમની પાંચ રચનાઓ ઉપલબ્ધ છે. તેમાં સહુથી મોટી રચના શ્રેણિકચરિત્રમાં ચાર અધ્યાય અને ૩૦૦૦ ઓવી છે. ભગવાન મહાવીરના સમકાલીન મગધ (દક્ષિણ બિહાર)ના રાજા શ્રેણિક બિંબિસારની મનોરંજક કથા આમાં વર્ણિત છે. શ્રેણિકની જીવનકથા બહુવિધ પ્રસંગોથી પરિપૂર્ણ છે. બાળપણમાં ઓરમાન ભાઈઓની સ્પર્ધા, તેના ફળસ્વરૂપે અજ્ઞાતવાસ, નંદા સાથે વિવાહ, પુત્ર અભયનો જન્મ, ફરી રાજ્યપ્રાપ્તિ, વિદેહની રાજકન્યા ચલણા સાથે વિવાહ તથા તેના આગ્રહથી જૈનધર્મનો સ્વીકાર, પુત્ર કણિકનો વિરોધ અને અંતે કારાગૃહમાં દુ:ખદ મૃત્યુ – આ બધા પ્રસંગોનું ગુણદાસે સરળ અને સરસ ભાષામાં વર્ણન કર્યું છે. તેમની અન્ય કૃતિઓનો પરિચય આ મુજબ છે – રામચન્દ્ર હલદુલિઆ ૩૦ પદ્યોનું ગીત રામ વિવાહ વિષયે છે.' ગાન્ડાણે-આ ૬ પદ્યોનું ગીત છે જેમાં ફરિયાદ રૂપે જિનદેવની પ્રાર્થના છે."ક્ષમાગીતમાં ક્ષમાનું મહત્ત્વ ૬ પદ્યોમાં
૧. ભટ્ટારક સંપ્રદાય (જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર ૧૯૫૮) પૃષ્ઠ ૧૩૯. ૨. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૪, સં. સુભાષચંદ્ર અકોલે. ૩. ઓરી મરાઠીનો સર્વાધિક પ્રચલિત છંદ છે. તેમાં અનિયમિત અક્ષરસંખ્યાના ચાર ચરણ હોય છે - તથા સામાન્ય રીતે પ્રથમ ત્રણ ચરણોમાં અંત્યત યમકનો પ્રયોગ થાય છે. ૪. સન્મતિ, નવેમ્બર ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર. ૫. સન્મતિ, જૂન ૧૯૬૦માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org