Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રાસ્તાવિક
૨૦૫
વિભિન્ન તીર્થક્ષેત્રોનું વર્ણન ૧૦ ગીતોમાં છે. પૂજાપાઠોની સંખ્યા ૪, સ્તુતિઓની સંખ્યા ૧૬ તથા આરતીઓની સંખ્યા ૪૦ છે. ગંભીર વિષયોના ૧૦ ગ્રંથો છે જેમાં તત્ત્વવિચારવિષયક ૫ તથા શ્રાવકાચારવિષયક ૫ ગ્રંથો છે.
અહીં વર્ણિત કવિઓમાં લગભગ અડધા ભટ્ટારક અથવા તેમના શિષ્ય-સાધુ કે બ્રહ્મચારી હતા, બાકીના ગૃહસ્થ હતા. પ્રાયઃ બધા કવિઓએ પોતાના ગુરનો આદરસહિત ઉલ્લેખ કર્યો છે. આનાથી જ્યાં તેમની ગુરુભક્તિ પ્રકટ થાય છે, ત્યાં તેમના સમય નિર્ણયમાં પણ સહાયતા મળે છે. ધર્માચાર્યોના આ સમકાલીન પ્રશંસાત્મક વર્ણનોથી મહારાષ્ટ્રના ધામિક ઈતિહાસની જાણકારી મેળવવામાં ખૂબ સહાય મળી છે. ગુણકીર્તિ, મેઘરાજ વગેરે ૧૫ કવિઓએ મરાઠી ઉપરાંત ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓમાં પણ સાહિત્ય-રચના કરી છે. કેટલાય લેખકોએ પોતાના આધારભૂત ગ્રંથોના સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે. લગભગ ૨૦ રચનાઓમાં ગુજરાતીના, ૧૦ રચનાઓમાં સંસ્કૃતના તથા પમાં કન્નડના ગ્રંથોનો આધાર રૂપે ઉપયોગ થયો છે. ગીતોની રચના પ્રાયઃ સ્વતંત્ર રૂપે થઈ છે અને મરાઠીના સહજસુંદર રૂપની અભિવ્યક્તિ આમાં જ ઉત્તમ રૂપે થઈ છે. સાહિત્યિક દૃષ્ટિએ પદ્મપુરાણ, હરિવંશપુરાણ તથા શ્રેણિક, જેબૂસ્વામી, સુદર્શન, યશોધર વગેરેનાં ચરિત-કાવ્ય પઠનીય છે. વિશેષ કરી ગુણદાસ અને જનાર્દનનાં શ્રેણિકચરિત્ર કાવ્યગુણોથી પરિપૂર્ણ છે. ભક્તિભાવનું પ્રકટીકરણ પૂજા, આરતી અને સ્તુતિઓમાં વિશેષ રૂપે થયું છે. આ રચનાઓ ગાયનની દૃષ્ટિથી વિશેષ ઉપયુક્ત છે. લય અને તાલને અનુરૂપ તેમની શબ્દ રચના યોગ્ય વાદ્યોની સંગતિમાં અનોખા આનંદની સૃષ્ટિ ખડી કરે છે.
આધુનિક મરાઠી જૈન સાહિત્ય સન્ ૧૮૫૦ પછી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ અને મુદ્રણ-વ્યવસાય તથા ટપાલ વ્યવસ્થાના પ્રસારથી બધા ભારતીય સાહિત્યિક કાર્યોમાં વ્યાપક પરિવર્તન થયું. મરાઠી ભાષી જૈન સમાજમાં આ નવયુગનો સૂત્રપાત શેઠ હિરાચંદ નેમચંદ દોશી દ્વારા સન્ ૧૮૮૪માં સ્થાપિત માસિક જૈનબોધકથી થયો. ત્યારથી અત્યાર સુધી લગભગ ચારસો પુસ્તકો પ્રકાશિત થયાં છે. વિષયોની વિવિધતા, લેખકો તથા પાઠકોમાં વિભિન્ન વર્ગોની વ્યક્તિઓનો સમાવેશ, ગદ્યની પ્રધાનતા તથા ભાષાની સરળતા આ આધુનિક સાહિત્યમાં મળતી મુખ્ય વિશેષતાઓ છે. પ્રકાશિત પુસ્તકોમાં લગભગ અડધા પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના અનુવાદો રૂપે છે. સરળ કથાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org