Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૮
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
વર્ણિત છે તથા વિચૂગીતના ૫ પદ્યોમાં વિષયવાસનારૂપી વીંછીનો પ્રભાવ વૈરાગ્યરૂપી ઝાડૂથી દૂર કરવાનો ઉપદેશ છે.' ગુણદાસે પોતાનું નામ બ્રહ્મગુણદાસ કે ગુણબ્રહ્મ આ બે રૂપે લખ્યું છે. ગુણકીર્તિ
તેમની રચનાઓમાં પણ સકલકીર્તિ, ભુવનકીર્તિ અને બ્રહ્મજિનદાસનો ગુરૂરૂપે ઉલ્લેખ છે. આનાથી અનુમાન થાય છે કે ગુણદાસનું જ મુનિર્દીક્ષા પછીનું નામ ગુણકીર્તિ હશે. તેમની સહુથી મોટી રચના પદ્મપુરાણ છે. ગુણકીર્તિએ આના ૨૮ અધ્યાય લખ્યા હતા. બસો વર્ષ પછી ચિંતામણિ નામક કવિએ આમાં સાત અધ્યાય જોડ્યા તથા તેમના પછી કેટલાક જ વર્ષો પછી પુણ્યસાગરે આઠ અધ્યાય બીજા જોડી આને પૂર્ણ કર્યું. આખા ગ્રંથમાં ૧૫OO૦ ઓવી છે. જૈન પરંપરામાં પ્રચલિત રામાયણની કથાનું આમાં વિસ્તારથી વર્ણન છે. આમાં ભ. આદિનાથના વૈરાગ્ય-પ્રસંગના વર્ણનમાં ૩૪૫ ઓવી વિસ્તારવાળુ દ્વાદશાનુપ્રેક્ષા (સંસારની અનિત્યતા વગેરે બાર ભાવનાઓનું ચિંતન) પ્રકરણ છે જેની કેટલીય સ્વતંત્ર પ્રતો પણ મળે છે. ગુણકીર્તિની બીજી મહત્ત્વપૂર્ણ રચના ધર્મામૃત ગદ્યમાં છે. શ્રાવકોના આચારનો ઉપદેશ આનો મુખ્ય વિષય છે. સાથે જ જૈન કથા, ગણિત, તીર્થ, તત્ત્વવર્ણન વગેરેનું પણ સંક્ષિપ્ત વર્ણન આમાં છે. ત્યાજય વિષયો રૂપે જૈનેતર દેવતા, સાધુ, સાહિત્ય વગેરેના ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો આમાં મળે છે. ગ્રંથની ભાષા સરળ અને પ્રભાવપૂર્ણ છે. ગુણકીર્તિનાં છ ગીત પણ ઉપલબ્ધ છે જેમનો પરિચય આ મુજબ છે – નેમિનાથ પાલના ૧૯ કડવકોનું
૧. પ્રા. મ., પૃષ્ઠ ૧૬-૧૭. ૨. શ્રી જયચન્દ્ર શ્રાવણે, વર્ધા દ્વારા ૧૯૦૨થી ૧૯૦૮ સુધી પાંચ ભાગમાં પ્રકાશિત. ૩. સન્મતિ, ઓગસ્ટ ૧૯૫૯માં પ્રકાશિત, સં. વિ. જોહરાપુરકર; મુદ્રિત પદ્મપુરાણમાં આ પ્રકરણ
નથી મળતું. ૪. પ્ર. જીવરાજ ગ્રંથમાલા, શોલાપુર, ૧૯૬૦, સં. વિ. જોહરાપુરકર; આનું એક સંસ્કરણ
ધર્મવિલાસપુરાણ નામે અદપ્પા બાપૂ પસાબાએ બંધુ પદ્મષ્ણાની સ્મૃતિમાં કુરુદવાડથી સન્ ૧૯૦૪માં પ્રકાશિત કર્યું હતું, ત્યારે આના કર્તાનો પરિચય મળી શક્યો ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org