Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે
૧૯૫
પ્રભાવથી વૈષ્ણવ બનેલ ભોજલ્થ વિષ્ણુવર્ધન મહારાજના મંત્રી અને સેનાપતિ હતા પોઇપણ ગાંગેય, જે સ્વયં જૈનધર્માવલંબી હતા. તેમનો સમય ઈ. બારમી શતાબ્દી હતો. આચાર્ય અડિયાર્ફ નલ્લારના મત કે સંપ્રદાય વિશે હજી સુધી કોઈ નિર્ણય પર પહોંચવું મુશ્કેલ છે. આથી તેમને જૈન ધર્મ પ્રેમી કે જૈનદર્શનના જ્ઞાતા કહેવા માત્ર પૂરતું થશે.
નકૂલ નમૂલું તામિલનો બહુ ઉપયોગી તથા ઉપાદેય વ્યાકરણ ગ્રંથ છે. કુલોતુંગતૃતીયના સમયવર્તી જીયગંગમ્ નામક ગંગનરેશની અભ્યર્થનાથી જનકાપુર નિવાસી , આચાર્ય ભવબંદી (ભવણનંદી)એ “નકૂલ' (ઉત્તમ અને સુબોધ ગ્રંથ)ની રચના કરી હતી. ઉપલબ્ધ નકૂલ' ગ્રંથમાં “એવુત્તિલક્કણમ્ (વર્ણ લક્ષણ) અને “શોલ્લિલકણમ્ (શબ્દલક્ષણ) – આ બે ભાગ જ છે. પરંતુ ગ્રંથના “શિરડુ પાયિરમ્ (પ્રારંભિક પરિચયાત્મક પદ્ય)થી એવું અનુમાન કરવામાં આવે છે કે આમાં વર્ણ, શબ્દ, અર્થ, છંદ અને અલંકાર - આ પાંચ અંગોનું વિશદ વિવેચન થયું હશે. સમકાલીન અને પરવર્તી વિદ્વાનોએ આ ઉપાદેય ગ્રંથની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. આગરિયમ્ (અગમ્ય વ્યાકરણ) અને અવિનયમ્ (આચાર્ય અવિનયકૃત લક્ષણગ્રંથ)ની સાથે અને વિશેષ કરી તોલકાપ્પિયમુનું અનુકરણ કરી આ ગ્રંથ રચવામાં આવ્યો છે. આ ગ્રંથમાં વિષય-વિવેચન બહુ જ સુંદર તથા કોમલ શૈલીમાં થયું છે. જૈનડિત મયિર્લૅનાથરે આ ગ્રંથની વ્યાખ્યા કરી છે. શિવજ્ઞાન મુનિએ વૃત્તિ ઉર” નામક નવી વ્યાખ્યા રચી આપી. '
નમ્બિ અહપ્પોળ તામિલમાં વ્યાકરણના પાંચ અંગો (વર્ણ, શબ્દ, અર્થ, છંદ અને અલંકાર) પર અલગ-અલગ રચનાઓ લખવામાં આવી. આ જ રીતે “પોનુ આરાયશ્ચિ” (ભાવ કે અર્થનું અનુસંધાન)ને પણ “અપ્પોરુળ” (અત્તર પક્ષ) અને “પુરપ્પોળ (બાહ્ય પક્ષ) રૂપે વિભાજિત કરવામાં આવ્યું. “પુરપ્પોરુળમાં જીવનના બાહ્ય પક્ષ (આચાર-વિચાર, વ્યવહાર વગેરે)નું અનુશીલન કરવામાં આવ્યું, જેનો એકમાત્ર પ્રામાણિક ગ્રંથ છે “પુરપ્પોરાળુ વેણું પા-માલે'. તેનો મૂળસ્રોત તોલકાપ્પિયમ્ હતો, આથી તેના વિષયોનું અનુકરણ તથા વિશ્લેષણ ઉક્ત ગ્રંથમાં ખૂબ સુંદર રીતે થયું છે, તે પણ આ “વેણુ-પા માલૈ” ગ્રંથની વ્યાખ્યા દ્વારા જ. “અહપ્પોળ (જીવનનો આંતર પક્ષ)નું વિશ્લેષણ ઈરેયનાર્ કૃત ગ્રંથ (ઈરેયના અહપ્પોળ) દ્વારા થયું, ૧. જનકાપુર કોમ્બતુર જિલ્લામાં આવેલ “જનનાથ પુર હોવાનું કોઈ સંશોધનકર્તાઓએ
સાબિત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org