Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૨
મરાઠી જૈન સાહિત્યનો ઈતિહાસ
આઠમી શતાબ્દીમાં અપભ્રંશથી સ્વતંત્રપણે મરાઠીનો વિકાસ થવા લાગ્યો હતો. આનો સંકેત જૈન ગ્રંથ કુવલયમાલા (સન્ ૭૭૮)માં મળે છે. પ્રાચીનતમ મરાઠી શિલાલેખોમાં એક મહત્ત્વપૂર્ણ શિલાલેખ શ્રવણબેલગોલમાં દસમી શતાબ્દીમાં નિર્મિત ગોમ્યુટેશ્વર મહામૂર્તિના ચરણો પાસે છે. કર્ણાટકના મહાકવિ પંપના વિક્રમાર્જન-વિજય (સનું ૯૩૨) તથા જન્નના અનન્તનાથપુરાણ (સન્ ૧૨૧૦)માં કેટલાક મરાઠી વાક્યોનો પ્રયોગ મળે છે તથા ગુજરાતના મહાકવિ યશશ્ચન્દ્રના રાજીમતીપ્રબોધ (સન્ ૧૧૨૮) તથા નયચન્દ્રની રંભામંજરી (ચૌદમી શતાબ્દી)માં પણ કેટલીક મરાઠી પંક્તિઓ છે.
દસમી શતાબ્દીના શ્રીપતિની જ્યોતિષરત્નમાલા અથવા બારમી શતાબ્દીના મુકુન્દરાજનો વિવેકસિંધુ મરાઠી સાહિત્યનો આદ્યગ્રંથ માનવામાં આવે છે. તેરમી શતાબ્દીમાં જ્ઞાનેશ્વર અને ચક્રધર દ્વારા તથા ચૌદમી શતાબ્દીમાં તેમના શિષ્યો દ્વારા મરાઠીમાં વિપુલ સાહિત્ય-રચના થઈ. દુર્ભાગ્યે આ પાંચ શતાબ્દીઓમાં કોઈ જૈન લેખક દ્વારા મરાઠીમાં લખેલ કોઈ ગ્રંથ હજી સુધી ઉપલબ્ધ થયો નથી. આ અવધિના કેટલાય જૈન શિલાલેખો કોલ્હાપુર, અક્કલકોટ, અંજનેરી, પાત્ર, વજીરખેડ વગેરે સ્થાનોમાં મળે છે, પરંતુ તે સંસ્કૃત કે કન્નડમાં છે. મરાઠી જૈન સાહિત્ય પંદરમી સદીથી ઉપલબ્ધ થાય છે. આની પહેલાંના ગ્રંથ કાં તો હજી પ્રકાશમાં નથી આવી શક્યા કે લખવામાં જ આવ્યા ન હતા.
૧. કુવલયમાલા (સિંધી ગ્રંથમાળા, મુંબઈ, ૧૯૫૯) પૃ. ૧૫૨. અહીં અઢાર દેશી ભાષાઓનો
ઉપયોગ કરનાર વેપારીઓનું એક એક ગાથામાં વર્ણન છે, તેમાં એક મરદ્ધ પણ છે. ૨. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ-૧ (માણિકચન્દ્ર ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૨૮), પૃ. ૧૫૭. ૩. પ્રાચીન મરાઠી જૈન સાહિત્ય (સુવિચાર પ્રકાશન મંડલ, નાગપુર, પૂના, ૧૯૬૮) પૃ. ૧૦.
(આગળ આ ગ્રંથના સંદર્ભો પ્રા.મ. એવા સંકેતથી સૂચવેલ છે.) ૪. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ-૨ (માણિકચન્દ્ર ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૫૨), પૃ. ૮૫, ૪૮૨;
ભાગ-૩ (૧૯૫૭) પૃ. ૩૯, ૫૩, ૩૩૫; ભાગ ૪ (ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૬૫) પૃ. ૮૬, ૧૧૩, ૧૩૫, ૧૯૨, ૧૬૬, ૨૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org