Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૮
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
છો જે આપની વિપુલ વિજયવૈજયંતીના ઉત્તમ ઘોતક છે.”
ચોલાધીશ અરિજયનના પશ્ચાતુવર્તી રાજાઓને “ઉત્તમશીલી', “ઉત્તમનુ” વગેરે ઉપાધિઓ મળી. પછીના રાજરાજનું સાથે “ચક્રવર્તી”, “સાર્વભૌમ' વગેરે ભાવોના ઉપનામ જોડવામાં આવ્યા હતા.
પરંતુ, કવિવર તિરુત્તક્ક દેવરે વિજયાદેવીના પિતા રૂપે જે “અરિજયનુ'ની ચર્ચા કરી છે, તે તો વિદેહનરેશ હતો. વિદેહો અને ચોલોમાં ક્યારે વૈવાહિક સંબંધ સ્થાપિત થયો એ જ્ઞાત નથી. એમ પણ શક્ય છે કે મૂલ ગ્રંથનાં નામ છોડીને તમિલનાડુમાં સુપ્રચલિત નામને કવિએ અપનાવી લીધું હોય અને સ્વયં ચોલકુલસંતાન હોવાને કારણે, પોતાના સમ્માનનીય પૂર્વજનું નામ રાખવામાં ગૌરવનો અનુભવ કર્યો હોય. કાવ્યનો ઉદ્દેશ્ય અને સંકેત :
કવિ ચોલકુળના હતા, આથી તેમના મનમાં ચોલ સામ્રાજ્યનું ભાવિ કે વર્તમાન રૂપ સાકાર થયું હશે. પોતાની ઈચ્છા કે કલ્પનાને રૂપ આપવા માટે જ જૈન પુરાણાંતર્ગત જીવનની કથાને કવિએ કાવ્યનો વિષય બનાવી દીધો.
જેમ વિરવર જીવકને કેટલાય રાજપરિવારો સાથે સંબંધ સ્થાપિત કરી પોતાને મહાબલી બનાવી દીધો, તેવી જ રીતે ચોલરાજાઓએ પણ રાજપરિવારો સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવો ઉચિત છે – આ આશયને કવિવરે પોતાના કાવ્યમાં આદિથી અંત સુધી વ્યક્ત કર્યો છે. આનું જ પરિણામ કે પ્રભાવ છે કે ચોલનરેશોએ આસપાસના પલ્લવ, આ% વગેરે અન્ય રાજકુલો સાથે વૈવાહિક સંબંધ જોડી દીધો હતો.
અત્યાધિક કામશક્તિને કારણે જેમ સચૅદન (સત્યન્તર)નાં રાજ્યની અને સુશાસનની દુર્ગતિ થઈ, તેવી જ રીતે પોતાના સમયમાં ચોલોની સ્થિતિ પણ અવનત હતી. સંભવતઃ તેમને જાગૃત કરવા માટે જ કવિને આવા પ્રભાવશાળી ગ્રંથની રચના કરવાની અંત:પ્રેરણા થઈ. ચોલનરેશનું “ચક્રવર્તી બનવાનું જે સ્વમ કવિએ પોતાની રચનામાં જોયું. તે પછીથી રાજેન્દ્ર ચોલનના સમયમાં સાકાર થયું. સહુથી મોટી વિશેષતા આ કાવ્યની એ છે કે લોકોના મનમાં જૈન ધર્મ માત્ર વૈરાગ્ય,
૧. તામિલમાં વિતેય' શબ્દ આપવામાં આવ્યો છે, તેનું મૂળ રૂપ વિદેશ કે વિદેહ હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org