Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
ચૂળામણિ ચારે પુરુષાર્થોનું વર્ણન કરતું હોવાને કારણે મહાકાવ્યની જ શ્રેણીમાં આવે છે.
લઘુકાવ્ય : યશોધર કાવ્ય પૂર્વોક્ત પંચ લઘુ કાવ્યો (જેને રસકાવ્ય પણ કહી શકાય)માં યશોધરકાવ્ય પણ એક છે. તેમાં કુલ ૩૩૦ પદ્ય છે. સુકર્મ-દુષ્કર્મના પરિણામોને પ્રકટ કરવા તથા “ : સ્વછૂતમત્ર ને મુતે ?” (કઈ વ્યક્તિ આ જગતમાં પોતાનાં કરેલ કર્મનું ફળ નથી ભોગવતી ?)ની વાસ્તવિકતાનું સમર્થન જ આ કાવ્યની મુખ્ય કથા છે. કાવ્યકથા સંક્ષેપમાં આ મુજબ છે :
ઉદય દેશનો નરેશ મારિદત્તનું ચંડમારી (ચંડિકા જેવી બલિપ્રિયા દેવી)ને બલિ દ્વારા પ્રસન્ન કરવા માટે યુગલ (ભાઈ-ભાઈ, ભાઈ-બહેન વગેરેની જોડી)ની શોધ કરી રહ્યો હતો. સંયોગવશ તેના કર્મચારીઓની દૃષ્ટિમાં યુવાન જૈન સાધુ અયરિષિ અને તેની બહેન અભયમતિ બંને પડી ગયા. બિચારા ભાઈ-બહેન પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં બલિ થવા તૈયાર થયા. તેમની પ્રસન્ન તથા ગંભીર મુખાકૃતિ જોઈ રાજા મારિદત્તનું વિસ્મયાભિભૂત થયો. તેણે તેમની તે મોહરહિત તથા નિર્લિપ્ત ત્યાગ ભાવનાનું કારણ પૂછ્યું, તો યુવક સાધવરે રાજાને જૈન તત્ત્વોથી અવગત કરાવ્યો. સંક્ષેપમાં તે પૂર્વજન્મનો વૃત્તાંત આ મુજબ હતો – “અશોક નામક રાજા ઘડપણને કારણે પોતાના સફેદ વાળ જોઈને સાંસારિક સુખ-ભોગથી વિરક્ત થયો અને તેણે સંન્યાસ ગ્રહણ કરી લીધો. તેનો પુત્ર યશોધરનું પોતાની પત્ની અમૃતગતિ સાથે રાજગાદી પર બેઠો. તેના રાજ્યમાં પંગનું (અષ્ટભંગ) નામક એક હાથીવાન (મહાવતો હતો, જેનો સ્વર ખૂબ મધુર હતો તથા તે ઉત્તમ સંગીતજ્ઞ હતો. મહારાણી અમૃતમતિએ એક દિવસ તેને ગાતાં સાંભળ્યો અને નજીક જઈને જોયો. રાણીનું મત તે મહાવત પર રીઝુયું અને બંનેનો સંસર્ગ દિવસે દિવસે વધવા લાગ્યો. આ બંનેના પારસ્પરિક પ્રેમની ખબર જ્યારે રાજા યશોધરને પડી તો તે ખૂબ દુઃખી થયો અને વિરક્ત થઈ સંન્યાસ લેવાનો વિચાર કર્યો. રાજમાતાને આ વાતની ખબર પડી તો તેણે પુત્ર યશોધરને સલાહ આપી કે ચંડમારી દેવીને બલિ ચઢાવવામાં આવે તો બધુ અમંગળ દૂર થઈ શકે છે. રાજા યશોધરનું અહિંસાપ્રેમી હતો, આથી લોટનો કૂકડો બનાવી બલિ માટે તેને મારવાની યુક્તિ કરી. પરંતુ બલિકર્મ પછી તે લોટનો કૂકડો જીવિત થઈ ઉઠ્યો અને બે ટુકડા રૂપે જ કણસતો કરુણ ઠંદન કરતો રહ્યો. આ દરમિયાન, રાણી અમૃતમતિએ ભોજનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org