Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
વિદ્યાધર સિંહનો પીછો કરતો તે ગુફા સુધી પહોંચી ગયો. રાજકુમારની ગર્જના સાંભળી તન્દ્રાયુક્ત સિંહ બહાર નીકળ્યો અને તિવિટ્ટનું પર કૂદ્યો. બંનેમાં ઘમસાણ દ્વન્દ છેડાઈ ગયું અને તિવિટ્ટને તે સિંહનું મોં ફાડી મારી નાખ્યો. રાજકુમારનું પરાક્રમ જોઈ, બીજા વિદ્યાધર નરેશ જવલનજીએ પોતાની પુત્રી સ્વયંપ્રભાનો તેની સાથે વિવાહ કરી દીધો. આ જાણી અશ્વકંઠ ખૂબ ક્રોધિત થયો અને પોતાની વિપુલ સેના સાથે તિવિટ્ટનું સાથે લડવા આવ્યો. બંને પક્ષોમાં ઘમસાણ યુદ્ધ થયું. અંતે તવિટ્ટનના હાથે અશ્વકંઠનો વધ થયો. રાજ્યમાં યુવરાજ-પદ પર અભિષિક્ત થયા પછી તિવિટ્ટનું “કોટિકુરુ' નામક પહાડને હાથથી ઊંચકી લેવાના પ્રસંગથી વાસુદેવનું નામે પ્રસિદ્ધ થયો. તેની પુત્રી ચોતિમાલે (જ્યોતિમાલા)એ પોતાના મામાના પુત્ર અમુદસેનનું (અમૃતસેન)ને સ્વયંવરમાં માળા પહેરાવી પતિ રૂપે વરી લીધો. તે જ સ્વયંવરમાં તિવિટ્ટનુના પુત્ર વિજયનું અને તેના મામાની દીકરી – બંનેનો વિવાહ થયો. અંતે મહારાજ પાપતિએ દીક્ષા ગ્રહણ કરી તપસ્યા કરી અને કર્મનિર્જરા કરી કૈવલ્યપદ પ્રાપ્ત કર્યું. કાવ્યાંતે કવિ કહે છે, “કાલદેવ અને કામદેવ બંને પર વિજય મેળવી મહારાજ પાપતિએ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની સાધનાકીર્તિ સમસ્ત દિશાઓમાં ફેલાઈ ગઈ. વસ્તુતઃ પોતાના જ્ઞાનની પ્રભાથી તેઓ સમસ્ત જગત માટે સમુવલ “ચૂળામણિ' (ચૂડામણિ) બની ગયા.”
આ કથાને ખૂબ મધુર શબ્દોમાં કવિવર તોલામોનિ દેવરે શણગારી છે. રાજનૈતિક વાતો, શાસનનાં વિધિ-વિધાન, દૂત-સંદેશની રીતો, જનતાના તહેવાર અને વ્યવહાર, અમાત્યોની મંત્રણા-સભા, સ્વયંવર, માયાવી યુદ્ધ વગેરે રોચક વિષયોનો સમાવેશ કરી આ કોમળ કાવ્યનું પ્રણયન કરવામાં આવ્યું છે. તામિલ કાવ્ય પરંપરા અનુસાર ઐતિર્ણ (પાંચ પ્રકારના પ્રદેશ)નો પરિચય અને દેશનગરાદિનું વર્ણન કરવા છતાં પણ, સંસ્કૃત કાવ્ય-પરંપરાનો નિર્વાહ પર્યાપ્ત માત્રામાં થયો છે. પ્રસિદ્ધ શૈવસંત પુરાણના રચયિતા લબ્ધપ્રતિષ્ઠ કવિ શ્રી શેક્કિનારે ચૂળામણિ' કાવ્યની શૈલી પોતાના ગ્રંથ માટે અપનાવી છે.
વિષ્ણુના અવતાર કણનું (કષ્ણ)ની કથા અને તેમની ઉપાસના તામિલનાડુમાં ખૂબ પ્રચલિત થઈ. જનમનહારિણી તે ભક્તિધારા મુખ્યત્વે પલ્લવોના શાસનકાળમાં પ્રવાહિત હતી. તે જ સમયે કેટલાય વૈષ્ણવ કવિઓએ કૃષ્ણ સંબંધી અનેક ગીત તથા પ્રબંધ-કાવ્યો વગેરે રચ્યાં. વૈષ્ણવેતર કવિઓ પણ તે સાહિત્ય-પરંપરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org