Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે ગદ્યગ્રંથ : ‘શ્રીપુરાણમ્'
તામિલમાં ગદ્યગ્રંથોનું મહત્ત્વ ઈસાઈ પાદરીઓએ જ વધાર્યું. ‘તોલકાપ્પિયમ્'માં સંવાદ કે ગદ્યમય કવિતાની ચર્ચા છે. ‘શિરગુરી કરૈ’ વગેરે કથાઓ તે જ શૈલીમાં લખવામાં આવી હતી. પરંતુ તેમને શુદ્ધ કે ગદ્ય-સાહિત્ય ન કહી શકીએ. ‘શિલપ્પધિકારમ્’ અને પેરુન્દેવનાર વિરચિત ‘ભારતમ્’માં પણ ગદ્ય મળે છે પરંતુ તેને પણ સંપૂર્ણ રીતે ગદ્ય-સાહિત્ય ન કહી શકાય. પછી ‘ઇલક્કણ' (લક્ષણવ્યાકરણ, છંદાદિ) ગ્રંથોની વ્યાખ્યા રૂપે ‘ઈરૈયનાર્ અહપ્પૉરુળ્' વગેરે ગદ્યગ્રંથ લખવામાં આવ્યા. તેમની શૈલી અને ભાષા પ્રવાહ એવા છે કે તેમને સાહિત્યિક કહી શકાય, છતાંપણ તેમને પૂર્ણ તથા સફળ ગદ્ય-સાહિત્યમાં ન મૂકી શકાય. આ જ રીતે વૈષ્ણવ આચાર્યો દ્વારા ‘ઈંડુ’, ‘પક્ષીરાયિરપ્પડિ’, ‘મૂવાયિ૨પ્પડિ’ વગેરે અદ્ભુત વ્યાખ્યાઓ વૈષ્ણવ સંત આવારોની વાણીઓ (નાલાયિર દિવ્યપ્રબન્ધમ્) પર રચવામાં આવી હતી, જે સંસ્કૃત-તામિલમિશ્રિત ‘મણિપ્રવાલ’ શૈલીમાં નિર્મિત છે. આ વ્યાખ્યાઓ સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચકોટિની રચનાઓ છે અને તેમની ભાવગંભીરતા અને પ્રાંજલ અભિવ્યંજનાની પ્રશંસા માત્ર વૈષ્ણવ જ નહીં પરંતુ વૈષ્ણવેતર વિદ્વાનો પણ મુક્તકંઠે કરે છે. છતાંપણ તેમને શુદ્ધ ગદ્ય-સાહિત્ય ન કહી શકીએ.
પુરાણમ્
તામિલ ગદ્યસાહિત્યનો આદિગ્રંથ શ્રીપુરાણમ્ માની શકાય. ઈસાઈ પાદરીઓના પ્રયાસની પહેલાં પ્રચલિત ગદ્ય-સાહિત્યનું જે રૂપ હતું, તે આમાં મળે છે. આ એક મુખ્ય જૈન ગ્રંથ છે. નવમી શતાબ્દીમાં ગુણભદ્રાચાર્યે ત્રેસઠશલાકાપુરુષરિતરૂપે જિનસેનાચાર્યના મહાપુરાણ અંતર્ગત ‘ઉત્તરપુરાણ' નામક ગ્રંથ લખ્યો હતો, તેના જ અનુસરણમાં ‘શ્રીપુરાણમ્’ લખવામાં આવ્યું.
૫.
શ્રીપુરાણમ્ ગ્રંથ ‘મણિપ્રવાલ’ શૈલીમાં રચિત છે. જ્યારે અન્ય ભાષાપ્રવણ વિદ્વાન કોઈ ગ્રંથ લખે છે, તો તેમાં રચિયતાના ભાષાન્તર-જ્ઞાનનો સ્પષ્ટ પ્રભાવ, તે ભાષાના શબ્દપ્રયોગ દ્વારા પડી જ જાય છે. જ્યારે સમયની માંગ, રુચિ, આગ્રહ વગેરે ઉત્પ્રેરક સાધનો સાથ આપે છે, તો ભાષાસમ્મિશ્રણની તો વાત જ શું કરવી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org