Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે
-
ઈ. પૂ. ત્રીજી સદીના ગુફાશિલાલેખોમાં આવી મિશ્રિત ભાષાનું રૂપ મળે છે. બૌદ્ધ તથા જૈન વિદ્વાનોએ ધર્મપ્રચાર માટે આવશ્યક પારિભાષિક શબ્દો મૂળ ભાષામાંથી (પાલી, પ્રાકૃત, સંસ્કૃત વગેરેમાંથી) લીધા હતા. આ શૈલીની અવહેલના, તત્કાલીન તિરુજ્ઞાનસંબંધીર જેવા – શૈવાચાર્યોએ કરી. પરંતુ આવી કટુ આલોચનાઅવહેલનાની સામે ટક્કર લઈને પણ તે શૈલી ઊછરતી રહી. પેરુન્દેવનાર્ ચિત ‘ભારતમ્’ની વ્યાખ્યામાં મણિપ્રવાલ શૈલી જોવા મળે છે. આ ‘ભારતમ્’ગ્રંથ તોળારૂ એરિન્દ (‘તાળારૂ’ પ્રદેશના વિજેતા) નવર્મન્ના સમયમાં (ઈ.નવમી સદી) રચિત હોઈ શકે છે. ઈ. ૯૮૮ના શિલાલેખમાં આ વાક્ય છે “માળિયર િિહનાત મા ધામિરુષ્ણાંશુ વિવ......પાયાત્ ।'' આ વાક્યનો પહેલો અંશ તામિલ છે જેનો અર્થ છે, ‘બે માણેકોથી’ અને પછીનો અંશ તો શુદ્ધ સંસ્કૃતનો છે.
મણિપ્રવાળમ્
આ શૈલી બહુ પ્રચલિત થઈ જવાને કારણે અગિયારમી સદીમાં પ્રણીત વ્યાકરણ-ગ્રંથ કે લક્ષણ-ગ્રંથ ‘વીર ચોળિયમ્’માં મણિપ્રવાલ શૈલીનાં લક્ષણ પ્રતિપાદિત છે. આ ગ્રંથની રચના વીરચોળન્ નામક નરેશના નામે આચાર્ય બુદ્ધમિત્રે કરી હતી. મોતી અને પ્રવાળના મણકાથી ગૂંથેલી માળાની જેમ, તામિલ અને સંસ્કૃતના શબ્દોથી બનેલી ભાષા-શૈલીને મણિપ્રવાલ શૈલી કહે છે. મલયાલમ્ ભાષામાં આ શૈલીનું વિશિષ્ટ મહત્ત્વ છે. મલયાલમ્ લક્ષણગ્રંથ ‘લીલાતિલકમ્'માં કહેવામાં આવ્યું છે કે લાલ માણેક મણિઓ અને પ્રવાલોથી બનેલી માલામાં જે રીતે બંને દાણા એક જ લાલિમામાં એકાકાર થઈ જાય છે, તે જ રીતે મલયાલમ્ અને સંસ્કૃતના શબ્દો ભાષા-પ્રવાહમાં એકરૂપ થઈ જાય છે.
૧૮૭
શ્રીપુરાણના રચયિતા
તેમના નામનો ગ્રંથમાં ક્યાંક ઉલ્લેખ નથી. મદ્રાસના નિકટવર્તી ‘પેરુમઝૂર’માં રહેનાર એક જૈન પંડિતે શ્રવણબેલગોલમાં જઈ મૂલ શ્રીપુરાણનું અધ્યયન કર્યું, પછી તેનો તામિલમાં અનુવાદ કર્યો – એવી એક અનુશ્રુતિ ચાલી આવી રહી
-
છે.
કેટલાક વિદ્વાન લખે છે કે આ ગ્રંથના રચયિતા ‘મંડલપુરુડર (પુરુષ)' હતા, જે ‘ચૂળામણિ નિઘંટુ'ના પણ રચયિતા હતા. તેમણે પોતાના નિઘંટુમાં લખ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org