Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે
આઠમી શતાબ્દીના ઉત્તર ભાગમાં. ૯૫૦૦ શબ્દોની વ્યાખ્યા અને પર્યાયવાચી શબ્દો આમાં છે. બહુ-અર્થબોધક શબ્દોની સંખ્યા ૩૮૪ છે. બીજો નિઘંટુ ગ્રંથ : પિંગલજ્જૈ
‘દિવાકરમ્’ પછી પિંગલન્દે નિઘંટુનું સ્થાન છે. પિંગલર્ આના પ્રણેતા છે. વિદ્વાનોનો મત છે કે તે દિવાકરના પુત્ર હતા. પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે આ દિવાકર નિઘંટુકર્તા હતા કે બીજા કોઈ. બારમી સદીના તામિલ વ્યાકરણ ગ્રંથ ‘નઝૂલ’માં આ ગ્રંથનો ઉલ્લેખ છે. આથી એ સ્પષ્ટ છે કે આ બારમી સદી પહેલાંની રચના છે. આના પ્રથમ ભાગમાં ૧૪૭૦૦ શબ્દોની નિરુક્તિ વગેરે છે અને દસમા ભાગમાં અનેકાર્થવાચી શબ્દો ૧૦૯૧ છે. પૂર્વોક્ત નિઘંટુ ‘દિવાકરમ્’થી પણ આ બૃહત્કાય તથા પરિવર્ધિત ગ્રંથ છે.
ત્રીજો ચૂડામણિ નિઘંટુ
આ જ સંપ્રતિ બહુપ્રચલિત તથા અર્વાચીન નિશ્ચંટુ ગ્રંથ છે. આને ‘નિઘંટુ ચૂડામણિ' પણ કહે છે. આના રચિયતા મંડલપુરુષર હતા જેમની ચર્ચા ઉપર કરવામાં આવી ચૂકી છે. તેમણે વિજયનગરના પ્રશસ્ત શાસક કૃષ્ણદેવરાયની ખૂબ પ્રશંસા કરી છે. આથી તેમના સભા-પંડિતોમાં તેઓ રહ્યા હશે. તેમનો સમય સોળમી સદીનો અંતિમ ભાગ હોઈ શકે છે. તેમના આચાર્ય ગુણભદ્ર હતા (તેઓ નવમી સદીના ગુણભદ્રથી અલગ છે). એક શિલાલેખથી જાણી શકાય છે કે ઈ. ૧૫૮૩માં ગુણભદ્રદેવના શિષ્ય વીરસેનદેવને દાનમાં એક ભૂમિ મળી. આથી આ ગુણભદ્રને સોળમી સદીના માનવા એ જ સંગત છે.
૧
૧૮૯
આ નિઘંટુના અંતિમ પદ્યમાં કહેવામાં આવ્યું છે કે ગ્રંથકાર મંડલપુરુષર ‘વીરે’ નામક સ્થાનના નિવાસી હતા. તેમના પ્રારંભિક પ્રશસ્તિ પદ્યમાં જેને તામિલમાં ‘શિરપ્પુ પાયિરમ્’ કહે છે, કહેવામાં આ છે કે તે મંડલપુરુષ આચાર્ય ગુણભદ્રના શિષ્ય હતા. એ પહેલાં જ કહેવામાં આવી ગયું છે કે આ જ મંડલપુરુષ શ્રીપુરાણના પ્રણેતા છે.
ઇલક્કણમ્
તામિલમાં ‘ઇલક્કણમ્'નો અર્થ છે લક્ષણ. તે વ્યાકરણ, છંદ, અલંકાર તથા રીતિગ્રંથોનો નિર્દેશ કરે છે. લક્ષણ કે રીતિ ગ્રંથોના નિર્માણ દ્વારા તામિલને સમૃદ્ધ
૧. M. A. R., 1931, p. 106-112; E. C. VI, k. p. 21-24.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org