Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૮
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
"तिरुन्तिय कमल वूर्ति तिरुप्पुहळू पुराणम् शेय्दोन् गुणभद्रन् ताळ् पणिन्द મંડવત્ ” અર્થાતું, “કમલ પર વિચરનાર જિનદેવના મહિમાને પુરાણ ગ્રંથ રૂપે રચનાર આચાર્ય ગુણભદ્રના ચરણોમાં શરણ મેળવનાર (પ્રણામ કરનાર) મંડલવનું....'
આ રીતે બીજા પણ બે-ત્રણ સ્થાનો પર આચાર્ય ગુણભદ્રનો ઉલ્લેખ છે. આચાર્ય ગુણભદ્ર નવમી સદીના હતા અને તેમણે સંસ્કૃતમાં “ઉત્તરપુરાણ”ની રચના કરી હતી. ગુણભદ્ર આચાર્ય જિનસેનના શિષ્ય હતા. મંડલ પુરુષર આ જ ગુણભદ્રના શિષ્ય હતા. પરંતુ તેઓ કૃષ્ણદેવરાયના સમકાલીન ન હતા. નિઘંટુકર્તા ગુણભદ્ર તો કૃષ્ણદેવરાયના સમકાલીન હતા. આથી કેટલાક વિદ્વાનોનો મત છે કે મંડલ પુરુષરને શ્રીપુરાણના રચયિતા માનવાથી કેટલીય અસંગતિઓ ઉત્પન્ન થઈ શકે છે. શ્રી વેંકટ રાયલ રેફિયારે પોતાના સંસ્કરણમાં આ વિષયની કેટલીક યુક્તિઓ સાથે છણાવટ કરી છે.
પરંતુ મારા અનુશીલન અનુસાર મંડલપુરુષ જ શ્રીપુરાણમુના રચયિતા હોવા જોઈએ. ગ્રંથકારે ગ્રંથારંભે અહંતુ ભગવાનની વંદના કરવી જ પર્યાપ્ત માની, એટલા માટે પોતાના ગુરુની વંદના ન કરી તથા આત્મ-પરિચય પણ ન આપ્યો.
હું પર્યાપ્ત વિચાર-વિમર્શ બાદ આ નિર્ણય પર પહોંચ્યો છું. આથી કહી શકાય કે આ સોળમી શતાબ્દીની કૃતિ છે.
નિઘંટુ ગ્રંથ પ્રસિદ્ધ નિઘંટુ ગ્રંથ : “દિવાકરમ્
કોશ, નિઘંટુ વગેરે વસ્તુતઃ ભાષાના પરમ ઉપયોગી ખજાના હોય છે. આ ક્ષેત્રમાં તામિલ ભાષાને સુસમૃદ્ધ બનાવવાનું શ્રેય મુખ્યત્વે જૈન પંડિતોને છે. તામિલના પ્રાચીનતમ ગ્રંથ (લક્ષણ ગ્રંથ) “તોલકાપ્પિયમુનો ‘ઉરિ ઈયલ’ અધ્યાય નિઘંટુ જેવો લાગે છે. અનુમાન એવું છે કે તે સમયમાં જ નિઘંટુ રચનાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. પરંતુ તેનું પૂર્ણરૂપ પલ્લવોના શાસનકાળમાં મળે છે. ઉપલબ્ધ નિઘંટુ ગ્રંથોમાં પ્રાચીનતમ તથા પૂર્ણ ગ્રંથ છે “દિવાકરમ્'. આને જ “આદિદિવાકરમુ” પણ કહે છે. અંબર નામક પ્રદેશના શાસક શબ્દનના પ્રોત્સાહનથી રચવામાં આવેલ હોવાને કારણે તેને “શેન્ડનદિવાકરમ્' પણ કહે છે. દિવાકરમુનિ આના રચયિતા છે. જોકે આ ગ્રંથનો શિવવંદના સાથે પ્રારંભ થાય છે, તો પણ છે આ જૈન ગ્રંથ જ. આ નિઘંટુ રાષ્ટ્રકૂટોના ઉત્કર્ષ કાળમાં લખવામાં આવેલ હશે, અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org