Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ્-૨
માત્ર પાંડ્યનરેશનો જ નિર્દેશક છે, એવી વાત નથી. ‘ચેન્દન્ દિવાકરમ્' ગ્રંથની રચના માટે સમુચિત પ્રોત્સાહન તથા સહયોગ એક પલ્લવનરેશે આપ્યો હતો. તે જ રીતે ‘ચૂળામણિ'ના પ્રણયન માટે પણ, ઉત્પ્રેરક તથા સહાયક બનવાનું ગૌરવ કોઈ પલ્લવનરેશને મળી શકે. આથી સંભવ છે કે શ્રવણબેલગોલથી પ્રાપ્ત શિલાલેખમાં જે ગ્રંથનો ઉલ્લેખ છે, તે તામિલ કાવ્ય ચૂળામણિ' જ હોય.
પૂર્વોક્ત ‘તનિપ્પાડલ’ (ફુટકળ પઘ)માં ચળામણિના કવિ તોલામોળિ દેવને ધર્મતીર્થના શ્રીચરણસેવી બતાવવામાં આવ્યા છે, આ ઉપરથી એવો નિર્ણય ક૨વો ઉચિત લાગે છે કે સાતમી અને નવમી શતાબ્દીઓ વચ્ચે ‘ચૂળામણિ'ની રચના થઈ. દસમી સદીની છંદરચના ‘યા`ડુંગલવૃત્તિ’ની વ્યાખ્યામાં ‘ચૂળામણિ’નાં પદ્ય ઉદ્ભુત છે. આથી એ ચોક્કસ છે કે દસમી શતાબ્દીની પહેલાં જ ‘ચૂળામણિ’નું પ્રણયન થઈ ચૂક્યું હતું તથા તે પ્રસિદ્ધ પણ થઈ ગયો હતો.
‘ચૂળામણિ’ની વિશેતાઓ
આ કાવ્યકથા ‘શ્રીપુરાણમ્'માંથી લેવામાં આવી છે. આચાર્ય ગુણભદ્રે સંસ્કૃતમાં શ્રીપુરાણમ્ (ઉત્તરપુરાણ)ની રચના કરી છે. તે કથા સમાદત થઈ. તામિલની ઉચ્ચારણ તથા પ્રયોગ-પરંપરા અનુસાર નામોનું રૂપપરિવર્તન થયું છે પરંતુ એવો પણ સંભવ છે કે કાવ્યપાત્રો અને સ્થાનોનાં નામોનાં રૂપોનાં પરિવર્તનમાં મૂળ નામોનો સહારો લેવામાં આવ્યો હોય. ઉદાહરણાર્થ કાવ્યપાત્રોના નામ જુઓઃ મહારાજ પયાપતિ (પ્રજાપતિ), મહારાણી મિગાવતી (મૃગાવતી), રાજકુમાર તિવિટ્ટન્ (ત્રિપૃષ્ઠ), સયંપવૈ (સ્વયંપ્રભા) વગેરે. સ્થાનોનાં નામો છે • સુરમૈ (સુરમ્ય દેશ), પુષમાકરણ્ડમ્ (પુષ્પમહાકરણ્ડમ્) પુષ્પવાટિકા વગેરે.
-
કથાવસ્તુ
૧૭૧
Jain Education International
--
રાજા પયાપતિ (પ્રજાપતિ)ના બંને પુત્ર તિવિદ્યન્ (ત્રિપૃષ્ઠ) અને વિજયન્ બંનેએ વિદ્યાધર-ચક્રવર્તી અશ્વકંઠની અધીનતા સ્વીકારી નહિ. આથી અશ્વકંઠે પોતાના એક વીરને એમ આજ્ઞા આપી ભૂલોકમાં મોકલ્યો કે તે રાજકુમારોની હત્યા કરી નાખ. તે વિદ્યાધર વીર સિંહનું રૂપ ધારણ કરી રાજધાની તરફ ગર્જના કરતો આવ્યો. આ વાત સાંભળી વીરવ૨ તિવિટ્ટન્ સ્વયં લલકારતો બહાર આવ્યો. તેની સંત્રાસક મૂર્તિ જોઈ સિંહરૂપી વિદ્યાધર ભયકંપિત થઈ નિકટવર્તી ગુફાની અંદર ઘુસી ગયો, જ્યાં એક વાસ્તવિક સિંહ પહેલાંથી સૂઈ રહ્યો હતો. તિવિટ્ટન્
For Private & Personal Use Only
www.jainelibrary.org