Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ્-૨
૧૭૭
ઉઠાવ્યો અને લોકો સમક્ષ એમ સાબિત કરવું તેના માટે સરળ થઈ ગયું કે તે વણિક પાગલ છે, એટલા માટે આમ કરી રહ્યો છે. અંતે મહારાણીને સત્યની ખબર પડી ગઈ. દુષ્કર્મનું ફળ સમજો કે મંત્રીનું અકાળે મૃત્યુ થઈ જાય છે અને તે સાપ રૂપે ઉત્પન્ન થાય છે. વણિક ભદ્રમિત્રનું જૈનમુનિના ધર્મોપદેશથી ધર્મારાધનમાં શ્રદ્ધાપૂર્વક તત્પર થયો. પોતાના પુત્રની આ સ્થિતિથી અસંતુષ્ટ થઈ વણિક-માતા આત્મહત્યા કરી લે છે અને વાઘણ રૂપે ઉત્પન્ન થાય છે. વણિક પોતાના સહજ મૃત્યુ પછી મહારાણીના ગર્ભથી જન્મ્યો. આ બાજુ મંત્રીનો જીવ, જે સર્પયોનિમાં જન્મ્યો હતો, તેના ડસવાથી મહારાજાનું મૃત્યુ થઈ ગયું અને સાપ પણ તત્કાળ મરી ગયો. તેણે ફરી એક જાનવર રૂપે જન્મ લીધો. રાજા પણ મરી હાથી બન્યો. રાજકુમાર રૂપે જન્મેલો વણિક ભદ્રમિત્રનું ધર્મોપદેશ સાંભળી તપસ્યાના પ્રભાવથી ચારણઋદ્ધિધારી મુનિ થયો. હાથી રૂપે જન્મેલા રાજાને સાપરૂપી મંત્રી ફરી ડસી લે છે. રાજા જન્મબંધનથી સદા માટે છૂટી જાય છે....... આ રીતે એક જ વ્યક્તિના વિવિધ જન્મોનું વર્ણન આ પુરાણમુમાં છે. આ બધાને અંતે સ્વર્ગ કે મોક્ષ મળી જાય છે. કથારંભે બતાવવામાં આવેલ વિદ્યાધર જ, જેણે સાધુવર સંજયન્ત મુનિને કષ્ટ આપ્યુ હતુ, મંત્રી અને સાપ રૂપે જન્મતો રહ્યો. પોતાની જન્મ પરંપરાનો વૃત્તાંત સાંભળી તે દુર્મતિ વિદ્યાધર પણ સગતિ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા લાગ્યો. જયન્તનું અને તેની માતા, બંને જ વણિક ભદ્રમિત્રનું અને તેની મા રૂપે જન્મ્યા હતા, પછી મેરુ તથા મન્દરમ્ નામે રાજકુમારો રૂપે અવતર્યા. પછી તપસ્યાસાધના કરી પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા.
આ મુજબ સુકર્મ અને દુષ્કર્મના ફળાફળોની શૃંખલાબદ્ધ પારંપરિક અનુગતિને વિવિધ વૃત્તાન્તો દ્વારા વ્યક્ત કરવી એ જ આ જૈનગ્રંથ “મેરુમંદર પુરાણમુનો વિષય છે. .
આ ગ્રંથના રચયિતા વામનમુનિ તામિલ અને સંસ્કૃત બંને ભાષાઓના પ્રકાંડ પંડિત હતા.
આ ગ્રંથમાં કુલ ૧૪૦૫ પ્રદ્ય છે. આ ગ્રંથના બે પદ્ય “શાન્તિપુરાણનાં પદ્ય તરીકે “પુરતિરક્માં સંકલિત છે. શક્ય છે, પોતાના પૂર્વવર્તી ગ્રંથકારોનાં પોને ? વામનમુનિએ યથાવત્ ઉદ્ધત કર્યા હોય.
જૈન-સાધ્વી કવયિત્રીઓ ૧. કવૃત્તી
જૈન સાધ્વીઓને “કુરતિહળુ' કહેવામાં આવે છે. પ્રાચીન અભિલેખોમાં તથા વાધયમાં પણ આ જ નામ મળે છે. સાથે જ “આરિયાંગનૈહળુ' (આર્ણિકાઓ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org