Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમુ-ર
૧૭૫
વિષ મેળવી રાજા અને રાજમાતા (સાસુ) બંનેને મારી નાખ્યા. તે બંને કેટલાય જન્મો સુધી પશુ રૂપે ભૂમિ પર ઉત્પન્ન થતા રહ્યા અને અંતે કૂકડા-કૂકડી રૂપે જમ્યા. તે સમયે યશોધરનુનો પુત્ર યશોમતિ શાસક હતો. એક જૈન મુનિએ તેના પૂર્વ જન્મનો વૃત્તાંત બતાવ્યો. વ્યાકુળચિત્ત યશોમતિ મન બહેલાવવાના હેતુથી શિકાર કરવા વનમાં ગયો અને ત્યાં મુનિવર (જૈન સાધુ) સુદત્તના સાન્નિધ્યમાં તેમના ઉપદેશોથી મુક્તિ પ્રાપ્ત કરી. તેને એક પુત્ર અને પુત્રી હતા. તે જ ક્રમશઃ યશોધરનું અને તેની માતા હતા, જે તે યશોમતિના પિતા અને દાદી હતા.”
હવે ઉદાય દેશના નરેશ મારિદત્તને જ્ઞાન થઈ ગયું કે તે બંને તેના પિતા અને ફઈ છે, અને દાદા અને પરદાદી પણ છે. ત્યારે બલિ ચઢાવવાનો વિચાર છોડી, તે યુવક સાધુ અને તેની બહેનને આદરપૂર્વક મુક્ત કર્યા. તદનંતર મારિદત્તનું સંન્યાસ ગ્રહણ કરી, તપસ્યા કરી મુક્તિનો અધિકારી બન્યો.. મૂળ રચના
દસમી સદીમાં આ યશોધર કથા લોકપ્રિય થઈ. સોમદેવસૂરિ, વાદિરાજસૂરિ, પુષ્પદંત વગેરે જૈન કવિઓએ તે કથાને પોતાની સંસ્કૃત રચનાઓનો વિષય બનાવી દીધી. એક પદ્યથી ખબર પડે છે કે પુષ્પદંતે રચેલ સંસ્કૃત રચનાના આધારે જ પ્રસ્તુત તામિલ કાવ્ય “યશોધરકાવિયમ્' લખવામાં આવેલ હતું અને તેના રચયિતાનું નામ હતું “વેણુણાવલુપૈયાર વેળુ'. જોકે તેમની રચનાનો સ્રોત સંસ્કૃત ગ્રંથ રહ્યો, છતાં પોતાની વિશિષ્ટ મૌલિકતાથી કવિએ કાવ્યના સમસ્ત અંગોને પરિપુષ્ટ કર્યા
છે.
જૈનધર્મ અનુસાર સંગીત કામવાસના કે આસક્તિનું કારણ છે. આ દૃષ્ટિએ કવિએ આ કાવ્યમાં એક મહાવતને ગાયક રૂપે પ્રસ્તુત કર્યો છે અને મહારાણીને તેની પર મોહિત બતાવી એમ સાબિત કર્યું કે સંગીત આસક્તિનો હેતુ છે.
કાવ્યવર્ણન અનુસાર, મહાવતે જે રાગમાં ગીત ગાયું હતું, તેનું નામ “માલવપંચમ' હતું. આ “પણ” (રાગ)નો ઉલ્લેખ માત્ર ત્રણસો વર્ષ પૂર્વના ગ્રંથોમાં જ મળે છે, તેની પહેલાંના ગ્રંથોમાં નથી મળતો. વિદ્વાનોનો મત છે કે આ ગ્રંથ સંભવત: વિજયનગર સામ્રાજયના સમયમાં રચવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org