Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
આ ભક્તિપ્રવાહ જૈન ધર્મને આગળ ચાલતાં એક રીતે નામશેષ કરી ચૂક્યો હતો. જૈન કવિ રચિત “યાપરુંગલવૃત્તિ (છંદગ્રંથ)માં કેટલાય પદ્યો તત્કાલીન શૈવ-વૈષ્ણવ ભક્તિ-ધારાના ઘાતક છે. જે પદ્ય જૈન મતપોષક છે, તે પણ તત્કાલીન આવાર અને નયન્મારોના ગીતોની જેમ સુમધુર છે. શૈવાચાર્ય તિરુનાવુક્કરશદ્રના કેટલાંય પદ્યો, જે તેમણે જૈન હોવા સમયે રચ્યા હતા, હજી પણ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે.
અન્ય જૈન-ગ્રંથ પલ્લવોના શાસનકાળમાં જ “પરણિ' ઉપરાંત “ઉલા', “લમ્બકમ્', “અન્નાદિ વગેરે પ્રબંધગ્રંથો પ્રસિદ્ધ થઈ ગયા હતા. “પત્રિર પાટ્ટિયર્લ” નામક લક્ષણ ગ્રંથમાં ઉક્ત પ્રબંધોનાં વિસ્તૃત લક્ષણો વર્ણિત છે. “યાપ્પગલવૃત્તિ (જૈન પંડિત રચિત તામિલ છંદગ્રંથ)માં ઉદ્ધત પદ્યોથી જાણી શકાય છે કે જૈન કવિઓએ પણ કેટલાય પ્રબંધ કાવ્યો રચ્યાં હતાં. પરંતુ કાલકવલિત થઈ જવાથી, તેમાંથી કેટલાક હવે પૂર્ણ નથી મળતા. “તિરુક્કલમ્બકમ્” અને “નિરુત્તાદિ' નામક બે ગ્રંથો પૂરા મળે છે, જે ઉત્તમ જૈન પ્રબંધકાવ્યોના પરિચાયક છે. આ બન્ને અર્વાચીન ગ્રંથ છે. “તિરુક્કલમ્બકમ્'ના રચયિતાનું નામ ઉદીચિ દેવરૂ છે. “ઉદીચી’નો અર્થ છે ઉત્તર દિશા. “તિરુનુત્તાદિ'ના રચયિતા અવરોધિયાર હતા. આ ગ્રંથમાં મયિલેનાથર'નું વર્ણન છે, જે નેમિનાથ તીર્થકરના મંદિર રૂપે પ્રસિદ્ધ હતું અને આજકાલ “મયિલે” કે “મયિલાપૂર' (મદ્રાસ શહેરનો એક ભાગ) નામે પ્રસિદ્ધ છે. આ કવિઓનું પ્રાકૃત, પાલી વગેરે અપભ્રંશ ભાષાઓનું જ્ઞાન, ઉક્ત ગ્રંથો દ્વારા પ્રકટ થાય છે. અર્વાચીન પ્રબંધોમાં “આદિનાથ પિલ્લે તમિળ' પણ એક છે. તે વિજયનગર સામ્રાજયના અભ્યદયના પ્રભાવથી સર્જાયેલ ગાથા પ્રબંધ પ્રતીત થાય છે. નામોનું સ્પષ્ટીકરણ
કલમ્બકમ્' તે પ્રબંધ છે જેમાં વિવિધ કવિતાઓનું સંકલન હોય. સાહિત્યિક તથા વ્યાવહારિકિ પરંપરાઓનું અનુસરણ કરી આ કવિતાઓ રચવામાં આવે છે. તેમનો કદમ્બ (સમાહાર) જ “કલમ્બકમ્' છે. અંતાદિ કવિતાની જેવી જ, આ પ્રબંધની કવિતાઓ છે. પહેલી કવિતાનો અંત, બીજીનો પ્રારંભ બની જાય છે. આ જ રીતે આખો પ્રબંધ જ એક બીજી કવિતા સાથે સંબદ્ધ થઈ માલાકાર બની જાય છે.
પિલ્લે તામિળુ” બાલપ્રબંધને કહે છે. આમાં કવિ પોતાના પ્રિય દેવતા કે રાજાનું વર્ણન બાળક રૂપે કરે છે. બાળકની વિવિધ દસાઓ, અવસ્થિતિઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org