Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
પરણિ-પ્રબંધકાવ્યના પ્રારંભમાં આરાધ્ય દેવી સાથે, પોતાના દેશના નરેશનું વંદનાત્મક આખ્યાન કરવામાં આવે છે અને કવિ દેવતાને પ્રાર્થના કરે છે કે રાજાનું સદા મંગલ થાય અને તે સર્વવિજયી બને. પછી પરાજિત રાજાના દેશથી બંદિની રૂપે લાવવામાં આવેલ નગર-નારીઓનું વર્ણન આવે છે. તે નારીઓના આવાસને તામિલમાં ‘વેળમ્’ હરમ (harem) કહે છે, જેનો અર્થ છે કમનીય સ્થાન. કવિ ગ્રંથારંભે રાજાસક્ત તે નારીઓનું નખ-શિખ વર્ણન કરી, તેમને પ્રાર્થના કરે છે કે દ્વાર ખોલે અને નરેશની સમરયાત્રા અને વિજયવાર્તાનું વર્ણન સાંભળે. આવી કેટલીય વિશિષ્ટ પરંપરાઓ તથા નીતિઓ આપણે ‘પરણિ' પ્રબંધોથી જાણી શકીએ છીએ.
૧૮૦
આ ‘પરણિ’ પ્રબંધોમાં ‘કલિગન્નુ પરણિ' સહુથી ઉત્તમ માનવામાં આવે છે. ચોલનરેશોએ જ્યારે અન્યદેશીય શત્રુ નરેશો પર ચડાઈ કરી અને તેમને પરાસ્ત કરી પાછા આવ્યા, ત્યારે ‘સમર કથા’ રૂપે આ પ્રબંધ રચવામાં આવ્યો. સંધકાલીન કાવ્યમાં, સમરના બીભત્સ કાંડનું વર્ણન પિશાચોના ભોજન રૂપે થયું છે. પશ્ચાત્વર્તી કાવ્યોમાં તે આંશિક સ્થાન મેળવવા લાગ્યું. પરંતુ, સમર દૃશ્યને પૂર્ણ પ્રબંધનું રૂપ માત્ર ‘પરણિ’ કાવ્યોમાં જ મળે છે. આ પ્રબંધમાં બીભત્સ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત વગેરે રસોના સ્થાયી ભાવોનું વર્ણન અધિક માત્રામાં થયું છે. કવિના અપૂર્વ ચમત્કારથી અસુંદર પણ સુંદર લાગે છે, કુત્સિત દૃશ્ય પણ કોમળ બની જાય છે. પિશાચોનું વર્ણન કવિ-કલ્પનાની ઉત્તમ ઉપજ છે. આ વર્ગને અનુરૂપ ઇંદ્રજાળ, માયાવી ચેષ્ટા, અટ્ટહાસ અને વિસ્મયકારી કૃત્યોનું સજીવ ચિત્રણ છે. અન્ય ‘પરણિ’ પ્રબંધ
ચોલનરેશોની વિજયવાર્તાઓને ‘કૉપ્પત્તુ પરણિ’‘ફૂડલ સંઘમત્તુ પરિણ’ ‘કલિંગન્તુ પરિણ’ (કુલોત્તુંગ ચોલના શાસનકાળમાં, તેના સેનાપતિ કરુણાકર તૉણ્ડમાન્ દ્વારા કલિંગ દેશ ૫૨ ક૨વામાં આવેલી ચડાઈનો પ્રશસ્તિમય પ્રબંધ), અને વિક્રમ ચોલન્ દ્વારા પ્રાપ્ત કલિંગ-વિજયનું વર્ણન કરનાર પ્રબંધ-આ રીતે બે ‘કલિંગત્તુ પરણિ’ છે) વગેરે કેટલાય ‘પરણિ’ પ્રબંધ હતા. તેમાં માત્ર ‘કલિંગત્તુ પરણિ’ને કે જેના રચિયતા જયંકોણ્ડાર હતા, આજ સુધી તે પરંપરાનો શીર્ષસ્થ પ્રબંધ માનવામાં આવે છે. આ ‘પરણિ' ગ્રંથો દ્વારા ઘણી જ ઐતિહાસિક વાતો ઉદ્ઘાટિત થાય છે.
‘કલિંગત્તુ પરણિ’ના રચિયતા
આ સુપ્રસિદ્ધ પ્રબંધ-કાવ્યના રચયિતા પણ ઓછા વિખ્યાત ન હતા. તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org