Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કાપ્પિયમ-૨
૧૮૧
પૂરું નામ હતું દીપકુંડિ જયંકોમ્હાર. “જયંકોપ્ટાર’નો અર્થ થાય છે વિજય પ્રાપ્ત (રાજા), જે મુખ્યત્વે ચોલ રાજાઓની ઉપાધિ હતી. ચોલ-શાસનમાં એવી પ્રથા હતી કે રાજાની ઉપાધિ કે પ્રશસ્તિસંજ્ઞા અમાત્ય અને દરબારી શ્રેષ્ઠ (મુખ્ય) કવિના નામો સાથે જોડી દેવામાં આવતી હતી. કવિવર “જયંકોપ્ટાર'ને તત્કાલીન કવિઓએ કવિચક્રવર્તી' નામે અલંકૃત કર્યા છે. “દીપકુંડિ' તત્કાલીન શ્રમણસંઘનું નામ હતું. આથી એ સ્પષ્ટ છે કે શ્રેષ્ઠ “પરણિ” પ્રબંધ (કલિંગજુ પરણિ)ના રચયિતા કવિચક્રવર્તી જયંકોપ્ટાર શ્રમણ સંઘના સાધુ હતા. તે ચોલ-નરેશ કુલોગ (અગિયારમી શતાબ્દી)ના સમકાલીન હતા.
ભક્તિ-ગીતોની ધારા તામિલનાડુમાં પલ્લવોના શાસનકાળમાં ભક્તિધારા અધિક વ્યાપક અને વેગવતી થઈ. શૈવસંતકાવ્ય “તેવારમુ અને વૈષ્ણવ સંત અર્જુવારોની અમૃતમયી વાણી નાલાયિર દિવ્ય પ્રબંધમ્' વગેરેનું નિર્માણ તથા બહુજનહિતાય પ્રસાર આ જ કાળમાં થયો હતો. આનો બીજો પક્ષ પણ અછતો ન રહ્યો. સાંપ્રદાયિક કલહ, એકબીજાના મતોને નીચા દેખાડવાની ધૂન, ભયંકર સ્પર્ધા-પ્રતિસ્પર્ધા અને તેના પરિણામસ્વરૂપ પ્રતિશોધ વગેરેનું જોર પણ ઓછું ન હતું. સંપ્રદાય તથા ધર્મ (મત) રાજ્યશાસનની આડમાં પોતાના ક્રિયા-કાંડો પર જોર દેવા લાગ્યા. પછી ઉત્તેજના, ઉન્માદ, ઉચ્છંખલતા અને ઉદંડતાની શું ઊણપ હોઈ શકે ? છતાંપણ આ ધર્મકલહ પાશ્ચાત્ય દેશોની જેમ ઘોરતમ મહાયુદ્ધો રૂપે પરિણત નથી થયા. કેટલાય કટ્ટરધાર્મિકોની વચ્ચે એવા આદર્શ સમન્વય પોષક નરેશ પણ થયા જે બગડેલી સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરતા હતા. પલ્લવનરેશ મહેન્દ્રને સ્વયં શૈવ હોવા છતાં પણ, શ્રમણો (જૈનો)ને સમ્માનિત કરવામાં કોઈ કસર ન રાખી. જૈન શિલાલેખોમાં આનાં પર્યાપ્ત પ્રમાણ મળે છે. તે સમયે શ્રમણધર્મની કેટલીય વાતો જીવનના આધાર તત્ત્વો રૂપે સ્વીકૃત થઈ ચૂકી હતી. સામુદાયિક ઉત્થાન માટે તે પ્રબળ ભાથું બન્યા. અહિંસા, જનસેવા, ભગવાનની ઉપાસના, દયાળુતા, સદાચાર વગેરે કેટલાય તત્ત્વો ન માત્ર જૈન ધર્માવલંબીઓ, પરંતુ અન્ય મતાવલંબી લોકો માટે પણ અનિવાર્ય જીવનસૂત્ર બન્યાં. શૈવ મહાગ્રંથ “પેરિયપુરાણમ્માં આ વાતો પર અધિક જોર દેવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ શૈવાચાર્ય તિરુનાબુક્કરશદ્ પહેલાં જૈન હતા, અને પછીથી શૈવ બન્યા. તેમણે પોતાના આરાધ્ય દેવ શિવને “દયામૂલતત્ત્વ' રૂપે બતાવ્યા. આ રીતે કેટલીય વાતો જે જૈન ધર્મની હતી, તે કાળમાં અન્ય મતોમાં સમાહિત થઈ ગઈ. કેટલાક વિદ્વાનોના મતાનુસાર, આ શૈવ મતના નવોત્થાનને જૈન ધર્મનો નવોદય પણ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org